પ્રથમ દિવસથીજ બુસ્ટર ડોઝના આંકડામાં ગોલમાલ

96

બુસ્ટર ડોઝ લેવા સિહોરના સિનિયર સિટીઝનને ફોન આવ્યો, બપોરે ડોઝ લીધાના સર્ટી.નો મેસેજ આવ્યો!!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતા માટે સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખી કોરોના આતંક સામે બાથ ભીડવા વેક્સિન ઉપલબ્ધ કરાવી પ્રથમ તબક્કે બે ડોઝ આપ્યા બાદ બુસ્ટર ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ તબક્કે સિનીયર સિટીઝનને આ ડોઝ આપવામાં આવનાર છે જેના પ્રથમ દિવસે જ શિહોર વેકસિન સેન્ટર પર બુસ્ટર ડોઝના આંકડામાં ગોલમાલ સામે આવી છે સમગ્ર વિશ્વમાં પ્રથમ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં ભારતનું નામ મોખરે આવ્યું છે અને અત્યાર સુધીમાં ૧૫૦ કરોડ ઉપરાંત વેકસિનના ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનો પણ પ્રારંભ થયો છે દેશની આ સિધ્ધિને દાગ લગાડવાનું કાર્ય સામે આવ્યું છે અને આંકડાની માયાજાળ સાથે ખોટા સર્ટીફીકેટ બનાવી કૌભાંડ કરવાનો પર્દાફાશ થવા પામ્યા છે સિનિયર સિટીઝનને બુસ્ટર ડોઝ લેવા માટેના ફોન કરી અને ડોઝ આપ્યા વિના સર્ટિફિકેટ બનાવી નાખ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે જિલ્લા વહીવટી અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા પણ માંગ ઉઠવા પામી છે. સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લાની સાથોસાથ સિહોરમાં ગઈ કાલે તારીખ ૧૦થી સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થયો છે સિહોરના એક કેન્દ્ર પરથી એક સિનિયર સિટીઝનને તેમના મોબાઈલ ફોન પર બુસ્ટર ડોઝ લેવા માટે નો ફોન આવ્યો આથી સીનીયર સીટીઝને ફોન ફોટો હશે તેમ માની ગણકાર્યું નહિ અને સાંજે તેમના પરિવાર જનોને વાત કરતા અને ફોન દેખાડતા તેમના મોબાઇલ ફોન પર ૦૨ઃ૪૪ મિનિટે વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાઈ ગયો હોવાનો મેસેજ આવેલો હતો અને તપાસ કરતા ઓનલાઇન સર્ટિફિકેટ પણ બની ગયું હતું આજે તે કેન્દ્ર પર જતા કેન્દ્ર પરના કર્મચારીઓએ ગલ્લા તલ્લા કરી જવાબો આપ્યા હતા અને તે સિનિયર સિટીઝનને આજે મોબાઈલ નંબર વિનાજ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો જાણવા મળ્યા મુજબ સિહોરમાં એક જ કેન્દ્ર પર દસથી બાર જેટલા સિનિયર સિટીઝનોને ફોન કર્યા બાદ ઓનલાઇન સર્ટીફીકેટ પણ બની ગયા હતા ત્યારબાદ ટાર્ગેટ પૂર્ણ કરવા માત્ર ફોન કરીને ડોઝ આપ્યાના ઓનલાઇન સર્ટીફીકેટ બનાવી નાખ્યા હોવાનું બહાર આવ્યુ હતુ જો ફોન કરીને વેક્સિન આપ્યા વિના સર્ટિફિકેટ બની જતા હોય તો વપરાયેલ વેક્સિન ક્યાં ગઈ?, આ ડોઝનુ શું બારોબાર વેચાણ કરી દેવાય છે કે પછી વેકસિન ડોઝનો જથ્થો સગેવગે કરી દેવાઈ છે? આ પણ એક તપાસનો વિષય બન્યો છે લોકોને કોરોના મહામારીથી રક્ષિત કરવા વેક્સિનેશન કરાઇ રહ્યું છે પરંતુ વેકેશન આપ્યા વિના જ સર્ટીફીકેટ બનાવી આપવાનું કૌભાંડ થઈ રહ્યું હોય આ અંગે તંત્ર દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે અને આવા ખોટા બની ગયેલા સર્ટીફીકેટની તપાસ કરી જે તે વ્યક્તિને રસીનો ડોઝ આપવા પણ માંગ ઉઠવા પામી છે.