શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રીના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું

114

એક યુવાનને ગંભીર ઈજા : એલસીબી, એસઓજી, બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
શહેરના સરદારનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું જેમાં એક યુવાનને ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવની જાણ થતાં પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત મોડીરાત્રીના શહેરના સરદારનગર સર્કલ નજીક ભરવાડ અને દરબાર એમ બે જૂથ વચ્ચે કોઈ બાબતે સશસ્ત્ર ધીંગાણું થયું હતું જેમાં એક ક્ષત્રિય યુવાનને ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે જ્યાં તેને વેન્ટીલેટર ઉપર રખાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ અંગેની જાણ થતાં આજે સવારે એલસીબી, એસઓજી તેમજ બી ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે ખાનગી હોસ્પિટલે જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.