સિહોરમાં આઇશર અડફેટે માસુમ બાળાનું મોત : ત્રણ વ્યક્તિને ઇજા

29

ભાવનગર જિલ્લાના સિહોરમાં આજે આઇશર ટ્રકના ચાલકે અડફેટે લેતા માસુમ બાલાનું મોત નીપજ્યું હતું,જયારે ત્રણ વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સિહોરના લીલાપીર વિસ્તારમાં પસાર થઇ રહેલ એક આઇશર ટ્રકની બ્રેક ફેઈલ થઈજાતા અકસ્માત સર્જાયો હતો.આઇશર અડફેટે લેતા ગંભીર ઇજા પામનાર ૨ વર્ષની બાલાનું મોત નીપજ્યું હતું,જયારે ત્રણ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે રોડ પાર ટ્રાફિક જામ થઇ ગયો હતો.બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયોઃ હતો અને ટ્રાફિક ક્લિયર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.