ચિત્રા ફુલસર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનો ૧૮મો સમુહલગ્ન સમારોહ સુપેરે સંપન્ન

20

ચિત્રા ફુલસર બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનો ૧૮મો સમુહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરાયુ હતું. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ગાયત્રીધામ ખાતે યોજવામાં આવેલ સમુહલગ્નમાં બ્રહ્મસમાજના ૯ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આયજકો દ્વારા સમુહલગ્નમાં ભાગ લેનાર કન્યાઓને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. સમુહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહને સફળ બનાવવા ચિત્રા ફુલસર બ્રહ્મ ઉતકર્ષ મંડળના હોદ્દેદારો તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.