સિહોર ખાતે કોંગ્રેસ દ્વારા યોજાઇ કોવિડ ન્યાય યાત્રા

7

સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર જનોને ૪ લાખનું વળતર આપવામાં આવે તે માટે સિહોરના વડલાચોકથી મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી. આ ન્યાયયાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ પ્રમુખ અમિતભાઇ લવતુકા, સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલ, પૂર્વ શહેર પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, ન.પા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, તાલુકા પંચાયત વિપક્ષ નેતા કરણસિંહ મોરી, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ નૌશાદ કુરેશી, પ્રદેશ કોંગ્રેસ આગેવાન જગદીશભાઈ જાજડીયા, જયરાજસિંહ મોરી, ભાવ.ગ્રામ્ય યુથ કોંગ્રેસ પ્રમુખ હરદીપ રોયલા, સિહોર કોંગ્રેસર્ ંમ્ઝ્ર સેલ પ્રમુખ યુવરાજ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.