૫૦૦ જેટલા દોરીગાર્ડ વિનામૂલ્યે બાઈક-સ્કુટરોમા લગાવી આપ્યાં

116

ગરીબ-દિન દુઃખી લોકો તથા બાળકોને ભોજન વસ્ત્ર સહિતના દાન થકી ઉમદા સામાજિક કાર્યો થકી પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી છે ત્યારે આજે એક નવા અભિગમ સાથે નવી સામાજિક સેવાના અનુકરણીય પગલાં થકી અન્યોને આદર્શ રાહ ચિંધ્યો છે એકાદ વર્ષ પૂર્વે સંસ્થાના સભ્યનું વાહન ચલાવતી વેળાએ ગળામાં દોરી લાગી જતાં મૃત્યુ થયું હતું આ સભ્યની પુણ્યતિથિ એ આવાં અકસ્માત ટાળવા પ્રયત્ન ફાઉન્ડેશનના સભ્યોએ ૫૦૦ જેટલા દોરીગાર્ડ તૈયાર કરાવી રોડપર ઉભા રહી બાઈક-સ્કુટર ચાલકોને તેમના વાહનોમાં આ દોરીગાર્ડ વિનામૂલ્યે ફીટ કરી આપી દિવંગત સભ્યની પુણ્યતિથિની અનોખી સેવા થકી ઉજવણી કરી હતી આ અંગે સભ્યોએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિના પર્વ દરમ્યાન પતંગોની કાતિલ દોરી ગળામાં ફસાતા દરવર્ષે સેંકડો નિર્દોષ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા સાથે કેટલાક કિસ્સામાં મોતને પણ ભેટે છે ત્યારે આવાં બનાવો અટકાવવા અને વાહન ચિલકો ડ્રાઈવ કરી રહ્યાં હોય એ દરમ્યાન તેઓ સુરક્ષિત રહે તે માટે આ સેવાકાર્ય કરવામાં આવ્યું છે વિનામૂલ્યે ૫૦૦ જેટલા વાહનોમાં દોરીગાર્ડ લગાવવામાં આવ્યા હતાં સાથોસાથ વાહન ચલાવતા સમયે પતંગ-દોરા અંગે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.

Previous articleસિહોર ખાતે કોંગ્રેસ દ્વારા યોજાઇ કોવિડ ન્યાય યાત્રા
Next articleપૈસાવાળા સાથે તો બધા પ્રેમ કરે છે : ગિન્ની