પૈસાવાળા સાથે તો બધા પ્રેમ કરે છે : ગિન્ની

82

મુંબઈ,તા.૧૦
કોમેડી કિંગ કપિલ શર્મા તેના શો ધ કપિલ શર્મા શોથી ટીવી દર્શકોના દિલ પર તો રાજ કરી જ રહ્યો છે પરંતુ હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. તેના શોનું નામ છે ’આઈ એમ નોટ ડન યટ. આ શો પણ કપિલ શર્મા શોના ફેન્સને ખૂબ હસાવશે તેમ લાગી રહ્યું છે. કારણ કે શોનું જે ટ્રેલર સામે આવ્યું છે જે એકદમ મજેદાર છે. આ ટ્રેલરમાં સૌથી વધારે કોઈ બાબતે ધ્યાન ખેંચ્યુ હોય તો તે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ વચ્ચેની વાતચીત છે. આ સિવાય ટ્રેલરમાં તે તેના બાળકો તેમજ નેતા અંગે ટ્‌વીટ કર્યા બાદ થયેલા વિવાદ વિશે પણ વાત કરી રહ્યો છે. કપિલ શર્મા કહે છે તો મારા પિતાએ ઘર અને મારી બહેનના લગ્ન વિશે મને કહ્યું હતું. પરંતુ મને ખબર હતી કે મારે કોની સાથે ઘર વસાવવું છે અને તે છે ગિન્ની, મારી પત્ની’. જે બાદ તે ભારતી સિંહ અને અન્ય લોકોની વચ્ચે બેઠેલી ગિન્નીને પૂછે છે કે ’સ્કૂટરવાળા છોકરા સાથે શું વિચારીને તે પ્રેમ કર્યો હતો?’ જેનો જવાબ ગિન્ની મજાકમાં આપતા કહે છે ’મેં વિચાર્યું કે, પૈસાવાળા સાથે તો બધા પ્રેમ કરે છે પરંતુ આ ગરીબનું ભલુ કરી દઉ’. ભારતી મોટેથી હસી પડે છે તો કપિલ શર્મા અવાક રહી જાય છે. આગળ તે કહે છે તે અરિસામાં જોઈ ’આઈ એમ નોટ ડન યટ’ કહેતો હતો ત્યારે તેની પત્નીએ તેને ઓશિકું માર્યું હતું અને કહ્યું હતું ’દોઢ વર્ષમાં બે બાળકો તો લાવી દીધા. હજી તારે શું કરવું છે. ટ્રેલરમાં તે તેના વતન અમૃતસર વિશે પણ વાત કરે છે. તે કહે છે શહેર ત્રણ બાબતો માટે જાણીતું છે ’વાઘા બોર્ડર, ગોલ્ડન ટેમ્બલ અને છોલે-કુલચે વેચતા ફેરિયાઓ માટે. ખબર નહીં તેઓ કંઈ વાતથી ડરેલા છે. તેમને લાગે છે કે કોઈ ૮.૩૦ વાગ્યે આવશે અને કુલચા બેન કરી દેશે.