ભાવનગર હેડ ક્વાર્ટરમાં LRD જવાન આપઘાત મામલો, મૃતક જીંદગીથી કંટાળી ગયો હોય મોતને વ્હાલુ કર્યુ હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ

204

જવાને અંતિમ પગલાં માટે કોઈ ને દોષિત ઠેરાવ્યા નથી
ભાવનગર શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા LRD જવાને ગત ગુરુવારે પોલીસ ક્વાર્ટરની અગાસીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસને મૃતકે લખેલી સુસાઇડ નોટ હાથમાં આવી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામના પ્રદિપસિંહ પઢીયાર નામનાં એલઆરડી જવાને ગત ગુરુવારે કોઈ અગમ્ય કારણોસર નવાપરા પોલીસ લાઈન ખાતે આવેલા હેડ ક્વાટર ની અગાસીમાં કેબલ વાયર સાથે લટકી આત્મહત્યા કરી હતી. આ અંગે સી-ડીવીઝન પોલીસે તપાસ દરમિયાન મૃતકે લખેલી સુસાઈડ નોટ કબ્જે કરી છે. જેમાં મૃતકે ઉલ્લેખ કર્યો છે કે, પોતે ભરેલાં અંતિમ પગલાં માટે કોઈ ને દોષિત ઠેરાવ્યા નથી અને પોતે જીંદગીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી રહ્યો છે. તેમ સી ડિવિઝનના પી.આઈએ જણાવ્યું હતું.

Previous articleભાવનગરમાં માળનાથ ગ્રુપે ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં ઠેરઠેર લટકેલી દોરી એકત્રિત કરી નાશ કર્યો
Next articleઆજે ૨૩૪ કોરોનાના કેસની સામે ૨૦૦ કોરોનાને માત આપતા રાહત