કેટરિના પતિ વિકી કૌશલ સાથે ઈન્દોરમાં સમય વિતાવી રહી છે

268

મુંબઈ,તા.૧૭
કેટરિના કૈફ અને વિકી કૌશલે હાલમાં જ લગ્ન બાદની પહેલી લોહરી સાથે ઉજવી હતી. કેટરિના અને વિકી પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પહેલી લોહરીની તસવીરો શેર કરી હતી. લગ્ન બાદ વિકી કૌશલ શૂટિંગ પર પાછો ફર્યો છે. ઈન્દોરમાં તે આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે ત્યારે કેટરિના આ મહિનાની શરૂઆતમાં જ ત્યાં પહોંચી હતી. કપલે લગ્નની વન મંથ એનિવર્સરી અને પહેલી લોહરી ઈન્દોરમાં જ ઉજવી હતી. કેટરિના કૈફ હાલ ઈન્દોરમાં છે ત્યારે સમય કેવી રીતે વિતાવી રહી છે તેની ઝલક સોશિયલ મીડિયા પર બતાવતી રહે છે. કેટરિનાએ રવિવારે પોતાની કેટલીક સેલ્ફી શેર કરી હતી. જેમાં તે લાલ રંગના શર્ટમાં જોવા મળે છે. ખુલ્લા વાળ અને મેકઅપ વિના કેટરિના ખૂબસૂરત લાગતી હતી. રેડ શર્ટમાં કેટરિનાનો હોટ લૂક જોવા મળી રહ્યો છે. કેટરિનાએ તસવીરો શેર કરતાં લખ્યું, ઈન્દોરમાં ઈનડોર્સ (રૂમની અંદર). કેટરિના કૈફની આ સેલ્ફી પર ફેન્સ કોમેન્ટ કરીને તેના લૂકના વખાણ કરી રહ્યા છે. આ સિવાય એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કેટરિનાએ કેપ્શન આપવામાં કરેલી કારીગરીના વખાણ કર્યા છે. નેહાએ લખ્યું, કેપ્શન કૂલ. વિકી અને કેટરિના બંને પોતપોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહે છે પરંતુ તેઓ એકબીજા માટે સમય કાઢી લે છે. તેઓ તહેવારો સાથે સેલિબ્રેટ કરે તે પણ સુનિશ્ચિત કરે છે. હનીમૂનથી પાછા આવ્યા બાદ તરત જ વિકી ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ ગયો હતો. ત્યારે ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે તે એક દિવસની રજા લઈને મુંબઈ પરત આવ્યો હતો. તેણે પત્ની અને મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. વિકીએ ક્રિસમસ પર પત્નીને ભેટતી તસવીર શેર કરીને લખ્યું હતું,