અબુધાબીના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો, બે ભારતીય સહિત ૩નાં મોત

83

ત્રણ ઈંધણ ટેન્કરોમાં વિસ્ફોટ, યમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી, હૂતી વિદ્રોહીઓનું દુશ્મન સાઉદી અરબને માનવામાં આવે છે
અબુધાબી, તા.૧૭
સંયુક્ત અબર અમીરાત માટે આજનો દિવસ ધમાકા ભર્યો રહ્યો, જેમાં દેશના એક મુખ્ય આંતરરાષ્ટ્રી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. યૂએઈની રાજધાની અબુધાબીના મુખ્ય એરપોર્ટ પર સોમવારે આગ લાગી ગઈ અને ત્રણ ઈંધણ ટેન્કરોમાં વિસ્ફોટ થયો. અબુધાબી પોલીસે તેના માટે ડ્રોન હુમલાને જવાબદાર ઠેરવ્યો છે. આ યૂએઈના લક્ષ્ય વિરુદ્ધ એક ખુબ અસામાન્ય હુમલો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ દુર્ઘટનામાં બે ભારતીય સહિત ત્રણ લોકોના મોતના સમાચાર પણ મળી રહ્યાં છે. સંયુક્ત અરબ અમીરાતની સરકારી ડબ્લ્યૂએએમ સમાચાર એજન્સીએ જણાવ્યું કે, શરૂઆતી તપાસના સંકેત જણાવે છે કે તે નાની ઉડનારી વસ્તુઓ હતી, સંભવતઃ ડ્રોન. તે અબુધાબીના બંને ક્ષેત્રોમાં પડ્યા અને વિસ્ફોટકોને અંજામ આપવામાં આવ્યો. આ હુમલામાં શરૂઆતના તબક્કે કોઈના ઘાયલ કે મોતના સમાચાર આવ્યા નહતા પણ પછીથી ખુવારીના અહેવાલ આવ્યા છે. હૂતી વિદ્રોહીઓનું સૌથી મોટુ દુશ્મન સાઉદી અરબને માનવામાં આવે છે, કારણ કે તે તેના વિરુદ્ધ લડનાર ખાડી દેશોના એક ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે. યુએઈ યમનના ગૃહયુદ્ધમાં સાઉદી અરેબિયા સાથે હૌથિઓ વિરુદ્ધ જોડાણમાં પણ લડી રહ્યું છે. યુએઈએ તાજેતરના અઠવાડિયામાં યમનમાં હૂતી લક્ષ્યો સામે તેના હવાઈ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. ઈરાન સમર્થિત જૂથે કહ્યું હતું કે તે તેની સામે બદલો લેશે. સોમવારના હુમલાને આ કાર્યવાહીનો એક ભાગ ગણી શકાય. અગાઉ, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) જહાજ રાવબીના ૭ ભારતીય ક્રૂ સભ્યોને યમનમાં કાર્યરત ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ પકડી લીધા હતા. ભારતે આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્રને મદદની વિનંતી કરી છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેણે રવાબી પર તૈનાત ચાલક દળના સભ્યો સાથે વાત કરી છે. હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે આ જહાજ પર ઘાતક હથિયાર હતા અને લાલ સાગરમાંથી તેને ઝડપવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે જહાજ પર ચાલક દળના કુલ ૧૧ સભ્ય છે, જેમાં સાત ભારતીય છે. આ ઘટનાક્રમ તેવા સમયે થયો છે જ્યારે યમનમાં સાઉદી ગઠબંધન તરફથી સૈન્ય અભિયાન ઝડપી કરી દેવામાં આવ્યું છે. ભારતે પણ તે આહ્વાન કર્યુ કે યમનમાં સંપૂર્ણ રીતે સીઝફાયર લાગૂ કરવામાં આવે. ત્યારબાદ એક રાજકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જેમાં મહિલાઓને પણ મહત્વની ભૂમિકા આપવામાં આવે. યમનમાં ૨૦૧૧થી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે તેણે જહાજમાંથી ઘણા હથિયાર ઝડપ્યા છે. તેણે તેના વીડિયો પણ જાહેર કર્યા હતા. હૂતી વિદ્રોહી સતત સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરતા રહે છે.

Previous articleપંજાબની તમામ બેઠકો પર ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થશે
Next articleમુંબઈ બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનું કરાચીમાં મોત