ભાવનગર શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ ધ્યાને રાખી સરકારની ગાઇડલાઇન મુજબ ભાવનગર જિલ્લા જેલમાંથી ચૌદ પાકા કામના કેદીઓને આજે બે મહિના માટે મુક્ત કરવામાં આવ્યા હતા જોકે ગઈકાલે જિલ્લા જેલના એક કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારે આજે ૧૪ કેદીઓને બે મહિના માટે મુક્ત કરવામાં આવ્યા હતા.
















