૨૨૪ ગામોમાં ઘેર-ઘેર નિયમિત પાણી મળે તેવા પ્રયાસો કરાયા

121

જળશકિત મંત્રાલયના ઉપક્રમે વી.આર.ટી.આઇ. સંસ્થાને બેસ્ટ એન.જી.ઓ.નો એવોર્ડ એનાયત : ભાવનગર-અમરેલી જિલ્લાના ૫૯ ગામોમાં પાણી રોકવાની કામગીરી હાથ ધરાઈ
ગામડાઓના સ્વાવલંબન માટે કંઈક કરી છુટવાની ભાવનાથી તેમજ ભાવનગર જિલ્લાના દરીયાકાંઠાના વિસ્તારોમાં પાણી અને જમીનમાં વધતી જતી ખારાશ તેમજ પીવાના પાણીની વિષમ પરિસ્થિતિને લઈને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઈન્સ્ટીટયુટની પ્રવૃતિઓના શ્રીગણેશ કરાયા હતા. સંસ્થા દ્વારા પ્રથમ વોટરશેડ યોજનામાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ૫૯ ગામોમાં પાણી રોકવાની કામગીરી શરૂ કરાઈ હતી.વર્ષ ૨૦૨૦ -૨૧માં આ સંસ્થાની કામગીરીને ધ્યાને રાખીને જળશકિત મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજા નેશનલ વોટર એવોર્ડ અંતગત બેસ્ટ એન.જી.ઓ. કેટેગરીનો એવોર્ડ એનાયત કરાયેલ છે. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઈન્સ્ટીટયુટ દ્વારા વરસાદી પાણીને રોકીને અંદાજીત ૨૫૦૦૦ હેકટર જમીનને નવસાધ્ય કરીને ખેડૂતની ખેતીની ઉત્પાદકતા વધારવામાં આવી હતી. તેમજ ખેતીની આવકમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે પીવાના પાણીના વ્યવસ્થાપનમાં ૨૨૪ જેટલા ગામોમાં ઘેર-ઘેર ચોખ્ખુ અને નિયમિત પાણી મળે એ માટેની કામગીરી કરાઈ હતી. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૬ માં ભાવનગર અને અમરેલી જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારોના ગામોમાં નીડ બેઝ એસેસમેન્ટ કરાયુ હતુ. જેમાં દરિયાઈ ખારાશનું આગળ વધવુ, પીવાના અને ખેતી માટે પાણીની મુશ્કેલી, પાણીના અપૂરતા અને સીઝનલ પાણીના સોર્સ વ., પીવાના પાણીનું વ્યવસ્થાપન વ.મુદે કામ કરવાનું નકકી કરાયુ હતુ. સંસ્થા દ્વારા લોકોને ઘેર ઘેર નળ મળે તે માટે સરકાર અને કોર્પોરેટના આર્થિક સહયોગથી કામ કરવાનું ચાલુ કરાયુ હતુ. તેમજ લોકલ સોર્સને સસ્ટેન કરવા માટે લોકલ સોર્સની આજુબાજુના નદી, નાળા અને તળાવોમાં પાણી રોકવાની કામગીરી માટે ચેકડેમ અને તળાવ ઉંડા ઉતારવાની કામગીરી કરાઈ હતી. ત્રણ દાયકામાં સંસ્થા દ્વારા ભાવનગર અને અમરેલી જિલ્લાના ૨૮૦ જેટલા ગામોમાં સરકારની વિવિધ યોજનાઓ તેમજ કોર્પોરેટ સાથે રહી વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જમાં ચેકડેમ, તળાવ, નાલાપ્લગ, ડીસીલ્ટીંગ, ફાર્મ પોંડ, સોઈલ વોટર કન્ઝર્વેશન, કન્ટુર, ટ્રેન્ચ, જલદૂત કેમ્પેઈન, પ્રોટેકશન વોલ, અર્ધનડેમ, લીફટ ઈરીગેશન, વોટર મેનેજમેન્ટ, ડ્રીપ સ્પ્રીંકલર, લેઝર ઈરીગેશન, વરસાદી પાણી સ્ટ્રકચર, પેયજળ અને સ્વચ્છતાલક્ષી કામો કરી લોકોને પીવાના પાણી અંગે સ્વાવલંબી બનાવાયા છે.

Previous articleગોહિલવાડમાં પવનની ઝડપ ઘટતા ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું
Next articleમહાનગરપાલિકા દ્વારા શહેરમાં યોજાઇ પ્લાસ્ટિક ડ્રાઈવ