નેતાજીની જન્મ જયંતી અન્વયે ત્રિ-દિવસીય રક્તદાન શિબિરનું આયોજન

78

તારીખ ૨૨,૨૩,૨૪ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે ભાવનગર મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ત્રિદિવસીય રક્તદાન શિબિરનું આયોજન.
“તુમ મુઝે ખૂન દો.. મેં તુમ્હે આઝાદી દૂંગા…” આ વાકયના જનક આઝાદીના લડવૈયા અને જેમને અંગ્રેજ સરકારની સામે ‘આઝાદ હિન્દ સરકાર’ બનાવેલ, તેમનું મંત્રી મંડળ પણ બનાવેલ, પ્રચાર-પ્રસાર માટે આઝાદ હિન્દ રેડિયો, તેમજ આઝાદીની લડાઈમાં અગ્રેજો સામે સુસજ્જ સૈન્ય લડયું હોય તેવા એક માત્ર બનાવના જનક એવા ‘આઝાદ હિન્દ ફોજ’ના રચીયિતા એવા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે તારીખ ૨૨, ૨૩, ૨૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ભાવનગર મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ત્રિદિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તખ્તેશ્વર ઝોનનો રક્તદાન કેમ્પ તારીખ ૨૨-૦૧-૨૦૨૨ અને શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર કાર્યાલય ખાતે તેમજ રૂવાપરી ઝોનનો રક્તદાન કેમ્પ તારીખ ૨૩-૦૧-૨૦૨૨ અને રવિવારના રોજ સંત વાસુરામ સનાતન દુઃખ ભંજન આશ્રમ, સિંધુનગર ખાતે તેમજ ગૌરીશંકર ઝોનનો રક્તદાન કેમ્પ તારીખ ૨૪-૦૧-૨૦૨૨ અને સોમવારના રોજ ડૉ. ડી.જે. ગોટી સાહેબના હોસ્પિટલ સામે, હરિરામ બાગના નાકે, બોરતળાવ રોડ ખાતે થવાનો છે. બધા જ રક્તદાન કેમ્પ ઉક્ત તારીખે અને સ્થળે સવારે ૧૦ઃ૦૦ થી ૩ઃ૦૦ સુધી યોજાશે.