ભાવનગર શહેર ભાજપ કાર્યાલયની ઔપચારિક મુલાકાતે : કેન્દ્રિય આરોગ્ય મંત્રી માંડવિયા

73

૨૨ જાન્યુઆરી ૨૦૨૨ અને શનિવારના રોજ રાષ્ટ્રના કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાવનગરના પનોતા પુત્ર ડો. મનસુખભાઇ માંડવિયાએ ભાવનગર શહેરની મુલાકાત દરમ્યાન ભાવનગર શહેર ભાજપ કાર્યાલય “પંડિત દીનદયાળ ભવન”ની ઔપચારિક મુલાકાત લીધેલ. ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડયાએ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇનું ભાજપ કાર્યાલય ખાતે ઉમળકાભેર સ્વાગત કરેલ. અમર શહિદ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી અવસર દરમ્યાન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા આયોજિત “ત્રિદિવસીય મહા રક્તદાન શિબિર ” પણ પંડિત દીનદયાળ ભવન ખાતે શરૂ હોઇ આ પ્રસંગે માનનીય પૂર્વ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, શહેર સંગઠન ટીમ, નગરસેવકઓ, ડોક્ટર સેલના હોદ્દેદારો, વિવિધ મોરચા સેલના હોદ્દેદારઓ, તેમજ યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત હોય તે સૌએ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાનું સ્વાગત કરેલ તેમ ભાવનગર શહેર મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.