નવા ભારતનું સપનું જિલ્લા અને ગામડાથી પુરૂ થશે : મોદી

60

દરેક મહત્વકાંક્ષી જિલ્લામાં જનધન ખાતામાં ૪-૫ ગણી વૃદ્ધિ : દરેક પરિવારને શૌચાલય મળ્યું છે અને દરેક ગામ સુધી વીજળી પહોંચી છેઃ મોદી
નવી દિલ્હી, તા.૨૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિભિન્ન જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા ૪ વર્ષમાં દેશના લગભગ દરેક મહત્વાકાંક્ષી જિલ્લામાં જનધન ખાતામાં ૪થી ૫ ગણી વૃદ્ધિ થઈ છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યું છે અને દરેક ગામમાં વીજળી પહોંચી છે. વીજળી માત્ર ગરીબના ઘરમાં નથી પરોંચી પરંતુ લોકોના જીવનમાં ઉર્જાનો સંચાર થયો છે. પીએમ મોદીએ કહ્યુ- આજે મહત્વાકાંક્ષી જિલ્લા દેશને આગળ વધારવાનો અવરોધ સમાપ્ત કરી રહ્યાં છે. તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લા આજે ગતિરોધકની જગ્યાએ ગતિવર્ધક બની રહ્યાં છે, જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરતા ગણાતા હતા, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ અનેક માપદંડોમાં સારી કામગીરી બતાવી રહ્યા છે. તે ફરજ માર્ગ ઇતિહાસ રચે છે. આજે આપણે એ જ ઈતિહાસ દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રચાતા જોઈ રહ્યા છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “જે લોકો મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રહે છે તેઓ આગળ વધવાની ઝંખના ધરાવે છે. આ લોકોએ જીવનનો મોટાભાગનો સમય વંચિતતા, મુશ્કેલીઓમાં વિતાવ્યો છે. તેઓએ દરેક નાની વસ્તુઓ માટે સખત મહેનત કરી છે, તેથી તે લોકો હિંમત બતાવવા અને જોખમ લેવા માટે તૈયાર છે.” તેમણે કહ્યું, “દેશ ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં એક મૂક ક્રાંતિનો સાક્ષી છે. આમાં આપણો કોઈ જિલ્લો પાછળ ન રહેવો જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશના દરેક ગામ સુધી પહોંચવું જોઈએ, જે સેવાઓ અને સુવિધાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બની રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “સરકારના વિવિધ મંત્રાલયો, વિવિધ વિભાગોએ આવા ૧૪૨ જિલ્લાઓની યાદી તૈયાર કરી છે. એક કે બે માપદંડો પર કે જેના પર આ ૧૪૨ વિવિધ જિલ્લાઓ પાછળ છે, હવે આપણે એ જ સામૂહિક અભિગમ સાથે કામ કરવું પડશે જે રીતે આપણે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કરીએ છીએ.