સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-ઘોઘા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

104

આજે તારીખ ૨૫/૦૧/૨૦૨૨ ના રોજ અત્રેની કોલેજ ખાતે કોલેજના મુખ્ય હોલમાં ૧૧.૩૦ કલાકે ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવેલ . જેમાં , કોલેજના પ્રિન્સિપાલ અને તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ તથા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . પ્રસ્તુત કાર્યક્રમને આચાર્યશ્રી દ્વારા અનુમતિ મળતા કોલેજના મતદાર યાદી સુધારણા કાર્યક્રમના સેક્ટર ઓફિસર તથા સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ લાલજીભાઇ બાંભણીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું . તથા મતદાર દિવસ વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.આ વર્ષે પ્રથમ વખત મતદાતા તરીકે રજિસ્ટર થયેલ વિદ્યાર્થીઓનું નવયુવા મતદાતા તરીકે સ્વાગત કરી ચૂંટણી પંચની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું હતું . તથા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું . રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા આ વર્ષની થીમ તથા મીડિયા કોન્ટેસ્ટ અને ચૂંટણી પંચના પબ્લિકેશન વિષેની માહિતી આપવામાં આવેલ . પ્રા . રાધિકાબેને મતદાનનું મહત્વ સમજાવ્યું તો કોલેજના આચાર્યશ્રીએ સૌને કોઈ પણ પ્રલોભન વગર રાષ્ટ્રીયતાને ઉજાગર કરવા માટે મતદાન કરવા જણાવ્યું હતું . અને અંતે સૌને મતદાતા દિવસના શપથ ( પ્રતિજ્ઞા ) લેવડાવવામાં આવ્યા હતા.બપોરના ૧૨,૦૦૦ કલાકે જિલ્લા કક્ષાના કાર્યક્રમાં પણ સૌ સહભાગી થાય હતા . આ કાર્યક્રમના ફોટો આ સાથે સામેલ છે .