PNR સોસાયટી સંચાલિત નટરાજ કોલેજના પરિસરમાં સ્વતંત્ર ભારતના ૭૩મા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાનથી ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

188

મહામંત્રી પારસભાઈ શાહના સ્વાગત પ્રવચન બાદ પરેડ કમાન્ડર લાલજીભાઈ પંડયાએ સમારંભના અધ્યક્ષ જીજ્ઞાબેન સોલંકીના વરદ્દ હસ્તે સલામી અને રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરાવેલ. તથા જીજ્ઞાબેને પ્રસંગોચિત ઉદ્દબોધન કરેલ. આ પ્રસંગે સી.પી. સ્કૂલ તથા હાઈટેક સ્કૂલના તમામ વિધાર્થીઓ, શિક્ષકો-કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ. ઓમિક્રોન સંક્ર્મણના બચાવની સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સેનેટાઈઝેશન અને ચુસ્ત સોશ્યલ ડિસ્ટન્સની જાગૃતિ સાથે સમાપન થયેલ, કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન મકવાણા તથા આભારવિધિ મતી દક્ષાબેન એચ. પંડયા દ્વારા કરાયેલ.

Previous articleટેલિ કન્સલ્ટેશન પર ધ્યાન કેન્દ્રીત કરવા રાજ્યોને કેન્દ્રની સલાહ
Next articleલક્ષ્ય દ્વિપ ટાપુ સમૂહની ભુમિ પર મોરારિબાપુ એ ફરકાવ્યો તિરંગો