ન્યાયની માગ સાથે પાલીતાણા-ગારિયાધારમાં રેલી યોજાઈ, ખુંટવડા સજ્જડ બંધ રહ્યું

103

રેલી યોજી આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરવામાં આવી
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં હિન્દુ સમાજના સેવાભાવી દીકરા કિશનભાઇ શીવાભાઈ બોળીયા નું અમુક વિધર્મીઓ દ્વારા સરેઆમ ગોળીઓ મારી નિર્મમ હત્યા કરવામાં આવી છે જેના પડઘા ભાવનગર જિલ્લાઓમાં પણ પડ્યા છે જેના ભાગરૂપે મહુવા, ગારીયાધાર અને પાલીતાણા શહેર સહિત રેલી યોજી ઠેરઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં ઠેર ઠેર રેલી, બંધ તથા આવેદન પત્રો આપી આરોપીઓને ફાસીની સજાની માંગ કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બંધ પાળી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અને મહુવા તાલુકાના ખુંટવડા ગામે પણ આજે સજ્જડ બંધ પાળ્યો હતો. અને સાથે ગારીયાધારમાં નવાગામ રોડ થી મામલતદાર કચેરી રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું.

પાલીતાણા ખાતે આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કિશન ભરવાડની હત્યાના આરોપીઓને ફાસીની સજાની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો વેપારીઓ, તથા રાજકીય આગેવાનો બજરંગદાસ બાપા સર્કલ ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને વિવિધ માર્ગો પર ફરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુ હતું. રેલી દરમિયાન પાલીતાણા મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. આ રેલીમાં પાલીતાણા ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ, વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા, અગ્રણી ભરતભાઈ રાઠોડ સહિત આગેવાનો વેપારીઓ તથા વિવિધ હિન્દુ આગેવાનો વિશાળ સંખ્યામાં જાેડાયા હતા. આ ઉપરાંત મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે પણ આજે કિશન ભરવાડની હત્યાના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો હતો. આખા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. ગારીયાધાર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ધંધુકામાં બનેલી ઘટનાને લઇને ગારીયાધાર શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કિશનભાઇ ભરવાડની હત્યા મામલે આરોપીઓને ફાંસીની સજા થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો ત્યારે શહેરના વેપારીઓ દ્વારા પણ આ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું.

Previous articleભાવનગરમાં ત્રણ માસ પૂર્વે જ પ્રભુતામાં પગલાં પાડનાર યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Next articleભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ જગદીશ એચનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સન્માન કરાયું