અભિનેત્રી કરિશ્મા તન્નાના પ્રી વેડિંગ ફંકશન્સ શરૂ થયું

82

મુંબઇ, તા.૪
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના લગ્ન કરવા જઈ રહી છે. કરિશ્મા તન્નાના લગ્ન પહેલા પ્રી વેડિંગ ફંકશન્સ હલ્દી સેરેમની સાથે શરૂ થઈ ગયા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ કરિશ્મા તન્નાની હલ્દી સેરેમનીના સુંદર ફોટોગ્રાફ્સ શેર થઈ રહ્યા છે. આ વિડીયોમાં કરિશ્મા તન્ના પેસ્ટલ લહેંગામાં જોવા મળી રહી છે. જ્યાં હલ્દી સેરેમની દરમિયાન કરિશ્મા તન્ના તેના પતિની હેર સ્ટાઈલ સેટ કરતી જોવા મળી રહી છે. જેથી તેના ફોટોગ્રાફ્સ સારા આવે. કરિશ્મા તન્નાની હલ્દી સેરેમનીવાળા આ વાયરલ વિડીયોમાં કપલ સફેદ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. કરિશ્મા તન્નાએ ફ્લોરલ જ્વેલરી પહેરી છે અને સફેદ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. કરિશ્મા અને વરુણ હલ્દીમાં જોવા મળી રહ્યા છે. કરિશ્મા તન્નાના ફેન્સ તેને આ સ્પેશિયલ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેના માટે સારા ભવિષ્યની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કરિશ્મા તન્ના તેના બૉયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેઓ લાંબાસમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વરુણ બંગેરા એક બિઝનેસમેન છે. નવેમ્બર ૨૦૨૧માં કરિશ્મા તન્ના અને વરુણે સગાઈ કરી હતી. હવે ૫ ફેબ્રુઆરીએ તેઓ લગ્ન કરશે. જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા કરિશ્મા અને વરુણે સગાઈ કરી છે અને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. કરિશ્મા અને વરુણની મુલાકાત કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી. પહેલી મુલાકાત બાદથી જ તેમનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત થયો હતો. કરિશ્મા અને વરુણ છેલ્લા થોડા મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની રોમેન્ટિક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક્ટ્રેસ કોંગ્રેચ્યુલેશન્સ લખેલી કેકની તસવીર પણ સગાઈ બાદ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા ’નચ બલિયે’, ’બિગ બોસ ૮’, ’ઝલક દિખલાજા’ જેવા જાણીતા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકી છે. તે ’ખતરોં કે ખિલાડી ૧૦’ની વિજેતા પણ છે.

Previous articleટ્રાફીક પોલીસે વાહનો ડિટેઇન કરતા ફ્રુટ માર્કેટ ધડાધડ બંધ
Next articleઈંગ્લેન્ડ ટીમનાં મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સે રાજીનામું આપ્યું