મહુવાના વાઘનગર રોડપર બે બાઈક અથડાતા સુંદરનગરના યુવાનનું મોત

102

ગત શનિવારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર રોડપર બે બાઈક સામસામે અથડાતા એક યુવાનનું મોત નિપજ્યું હતું.
મહુવા તાલુકાના સુંદરનગર ગામે રહેતો ઉદય લાલજી ચુડાસમા ઉ.વ ૧૮ ગત શનિવારે સાંજે વાઘનગર-સુંદરનગર રોડપર થી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ સામેથી આવી રહેલ એક બાઈક ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી ઉદયના બાઈક સાથે અથડાવતા ઉદયને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleહલુરીયા ચોકમાંથી યુવાનની લાશ મળી
Next articleઆજે ભાવનગરમાં ૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૨૫૪ કોરોનાને માત આપી, ૧ના મોત