મોંઘવારી-બેરોજગારી સહિતના પ્રશ્ને સીપીએમના દેખાવો યોજાયા

27

હાલની મોંઘવારી, બેરોજગારી પ્રશ્ને સરકારની બેદરકારી અને સાંઠગાઠ સામે સીપીએમ દ્વારા સુત્રોચ્ચાર અને દેખાવો યોજાયા હતાં. જેમાં સીપીએમ સહિતના ડાબેરી પક્ષો દ્વારા ભાવનગર સહિત દેશભરમાં તા.૨૫ થી ૩૧ મે રાક્ષસી ભાવ વધારા, પેટ્રોલ-ડિઝલ, સીએનજી, રાંધણ ગેસના ભાવ વધારા સામે એક્સાઇઝ ડ્યુટી ૫૦ ટકા ઓછી કરવા તથા બેરોજગારી, છ લાખ સરકારી પદોની ભરતી, મનરેગા યોજનાના કારણે બેરોજગારોને કેસ રાહત આપવા સહિતની માંગણીઓ માટે દેખાવો-ધરણા સહિતના કાર્યક્રમો શહેરના ઘોઘાગેટ ખાતે યોજાયા હતાં. આ કાર્યક્રમમાં સીપીએમના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.