કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર

501

દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. ૨૮ મે, ૨૦૨૨ને શનિવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. તેમજ દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.
દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleપ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૦૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
Next articleમોંઘવારી-બેરોજગારી સહિતના પ્રશ્ને સીપીએમના દેખાવો યોજાયા