પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૦૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

40

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ
ભાવનગરનાં જાણીતા ઉદ્યોગપતિશ્રી સુનિલભાઈ ગુણવંતરાય વડોદરિયાનાં સૌજન્યથી સ્વ. તારાબહેન ગુણવંતરાય વડોદરિયાની સ્મુતિમાં ૪૩૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાયો હતો. તેમજ ભીમજીભાઈ ગોવિંદભાઈ નાકરાણીનાં સૌજન્યથી ૪૩૯ મો નેત્રયજ્ઞ પણ શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૦૩ દર્દીઓની આંખની તપાસ ડૉ શ્રી. ચણીયારા સાહેબની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ મોતીયાની સર્જરી માટે ૨૦ દર્દીઓને ૨૦ એટેન્ડન્ટ સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ભીમજીભાઈ ગોવિંદભાઈ નાકરાણીનાં સૌજન્યથી ૪૩૯ માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૮ દર્દી અને ૧૮ એટેન્ડન્ટને તા.૩૦ મે નાં રોજ વિરનગર લઇ જવામાં આવશે.
દર્દી દેવોભવની ભાવનાથી વર્ષઃ ૧૯૬૮ થી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના કાર્યકરોએ સેવા આપી હતી.