સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તા.૫ને શનિવારનાં રોજ વસંતપંચમીનો દિવસ એટલે કે વિદ્યાની દેવી માઁ સરસ્વતીનો જન્મદિવસ (પ્રાગટ્યદિવસ) હોય આ દિવસને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાની દેવી માઁ સરસ્વતીના જન્મદિવસને મંત્રોચ્ચાર સાથે પોતાના અભ્યાસ માટે પ્રાર્થના કરેલ અને માઁ સરસ્વતીની પ્રતિમાને પૂજા-અર્ચના કરી પૂષ્પાંજલી અર્પી હતી. માં સરસ્વતીને પ્રણામ કરી માઁ સરસ્વતીનાં શુભ આશીષ પ્રાપ્ત કરેલ. આ રીતે વસંતપંચમીએ માઁ સરસ્વતીનાં જન્મદિવસને જ્ઞાનોત્સવ તરીકે શાળામાં ઉત્સાહ પૂર્વક ઊજવવામાં આવ્યો. તેમજ શાળાનાં ટ્રસ્ટી, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા માઁ સરસ્વતીનાં ‘લોક ગાન તેમજ વક્તવ્યો, પ્રાર્થના અને શાળામાં અભ્યાસ કરતી ધો.૧૧ની વિદ્યાર્થીંની બહેનો દ્વારા માઁ સરસ્વતીની સ્તુતી રજુ કરવામાં આવી. આ દિવસથી શૈક્ષણિક વર્ષ-૨૦૨૨/૨૩નાં નવાં પ્રવેશની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.
















