ડ્રાયફ્રુટ-ફરસાણનાં વેપારીઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત

98

રજિસ્ટ્રેશન વગર પેકિંગ કરી વેચાણ કરતા વેપારી સામે આક્રમક કાર્યવાહી કરવા તોલમાપ વિભાગ હરકતમાં
રાજકોટ,તા. ૭
રાજ્યના તોલમાપ વિભાગ દ્વારા ચીજવસ્તુ પેક કરતા વેપારીઓ અને પેકર્સને કાયદા મુજબ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી અપાઇ છે. ખાસ કરીને ફરસાણ અને ડ્રાયફ્રૂટના વેપારીઓને આ બાબત વધુ લાગુ પડે છે. ગ્રાહક હિતમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયથી પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી ગ્રાહકને મળે અને વસ્તુઓની સરખામણી પણ કરી શકે તે માટેનો છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન દરેક જિલ્લામાં સેમિનાર યોજીને વેપારીઓને તે અંગે જાણકારી પણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના પેકેજ કોમોડિટી રૂૂલ્સ મુજબ દરેક ઉત્પાદક, પેકર કે ટ્રેડર જે ચીજવસ્તુ પોતે પેક કરીને ડિસ્પ્લેમાં મૂકતા હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તે દંડને પાત્ર ગુનો બને છે. જેનું પાલન કરવા કાનૂની માપ વિજ્ઞાન તંજ્ઞ દ્વારા રાજ્યના તમામ ઉત્પાદકો ડ્રાયફ્રૂટ-ફરસાણના વેપારીઓ સહિત ચીજવસ્તુ પેક કરતા એકમોને રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. તે ઓનલાઇન ફક્ત એક જ વખત ક૨વાનું રહે છે તેમ પણ જણાવાયું છે.ગ્રાહકસુરક્ષા કાયદામુજબ ગ્રાહકોને માલ, ઉત્પાદન અને સેવાની જાણકારી મેળવીને પસંદ કરવાનો અધિકાર છે. તે સાથે અન્યાયી વેપાર નીતિ હોય તો ગ્રાહકોને નિવારણનો પણ અધિકાર છે. ઉત્પાદન પર એકમનું નામ-સરનામુ, વસ્તુની ઓળખ, મહત્તમ છૂટક કિંમત, પેકિંગની તારીખ, વજન-માપ અને કસ્ટમર કેર નંબર વગેરે પણ દર્શાવવું ફરજિયાત છે. તેના કારણે ગ્રાહક છેતરાયા વિના વસ્તુ ખરીદી શકે. દરમિયાન પાલિતાણા ખાતે તોલમાપ વિભાગે કાર્યવાહી કરીને છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા સહિત અન્ય ગેરરીતિ બદલ ૮ એકમોને ૧૫ હજાર રૂૂપિયાનો દંડ કર્યો છે. પાલિતાણા વિખ્યાત ધાર્મિક સ્થળ હોવાથી હજ્જારોની સંખ્યામાં દર્શનાર્થી આવતા હોય છે ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા ચીજવસ્તુ ઉપર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવો, છાપેલી કિંમત-તારીખમાં ચેકચાક કરવી, વજનકાંટા સમય મર્યાદામાં વેરીફાય ન કરાવવા જેવી ગેરરીતિઓ કરી યાત્રાળુઓને છેતરતા હતા. જેની તોલમાપ વિભાગને જાણ થતા એકાએક ૨૭ એકમ ઉપર તપાસ કરાઇ હતી જેમાં ૮ એકમમાં ગેરરીતિ જણાતા કુલ ૧૫ હજાર રૂૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તોલમાપ વિભાગ દ્વારા આવા સ્થળો સહિત કોઇણ જગ્યાએ ગ્રાહકલક્ષી છેતરપિંડી થતી હોય તો સરકારે જાહેર કરેલા હેલ્પ લાઇન નંબર કે ઇ-મેઇલ ઉપર જાણ કરવા જણાવાયું છે.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કૂલ દ્વારા વસંત પંચમીએ યોજાયો જ્ઞાનોત્સવ કાર્યક્રમ
Next articleસુહાના ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી