મૌની રોય ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં

105

મુંબઈ,તા.૮
નાગિન ફેમ મૌની રોય અને પતિ સૂરજ નામ્બિયાર, જેઓ ૨૭મી જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા, તેઓ હાલ ’ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં હનીમૂન એન્જોય કરી રહ્યા છે. મૌની રોય તેમજ સૂરજ નામ્બિયારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ત્યાંની બરફ વર્ષાનો આનંદ માણતી સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોમાં મૌની તેના બેઝ કલરના સ્વેટર અને બ્લેક લેગિંગમાં સુંદર લાગી રહી છે. બરફ વર્ષાનો આનંદ માણતી વખતે તેણે જેકેટ પણ પહેર્યું છે. મૌની રોયે આ સિવાય પોતાની સોલો તસવીરો અને હાલ તે ત્યાં જે બૂક વાંચી રહી છે તેના કેટલાક પેજ શેર કર્યા છે. આ સાથે તેણે લખ્યું છે ’વોટ આઈ સી, વોટ આઈ એમ રીડિંગ. મૌની રોયે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તેના પતિની છે. જેમાં તેના પતિએ જે જમ્પર પહેર્યું છે તે તેનું હોવાનો દાવો તેણે કર્યો છે. આ સિવાય તેણે કાશ્મીરમાં પીધેલા ગરમ સૂપની પણ તસવીર શેર કરી છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારે ગોવામાં ૨૭મી જાન્યુઆરીના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ફંક્શનની શરૂઆત હલ્દી અને મહેંદી સેરેમનીથી થઈ હતી. બીજા દિવસે તેઓ મલયાલી અને બંગાળી એમ બે રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન બાદ બંનેનું રિસેપ્શન પણ ગોવામાં જ થયું હતું. જેમાં કપલે પોપ્યુલર બોલિવુડ નંબર્સ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. કપલના મિત્રો અને પરિવારજનોએ પણ ડાન્સ કરીને તેમના ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. અર્જુન બિજલાની, મંદીરા બેદી અને આકાંક્ષા ગોરડિયા તેના લગ્નમાં હાજરી આપનારા કેટલાક જાણીતા નામ હતા. ગોવાથી મુંબઈ પરત ફર્યા બાદ નવા ઘરમાં તેનો ગૃહ પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તે ઈમોશનલ થઈ ગઈ હતી. નવા ઘરમાં પણ પાર્ટી થઈ હતી, જેમાં તેમણે નજીકના મિત્રો સાથે ધમાલ મચાવી હતી. મૌની રોયના વર્ક ફ્રંટની વાત કરીએ તો, ટીવી સીરિયલથી કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ હાલ બોલિવુડની ફિલ્મોમાં વ્યસ્ત છે. તે આલિયા ભટ્ટ, રણબીર કપૂર તેમજ અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’માં જોવા મળવાની છે.

Previous articleઅભેસિંહ રાવલ દાહોદ મહિલાઓના હકો-અધિકારો બાબતે વધુ એક શોર્ટફિલ્મનું કલેક્ટર ડો હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર
Next articleક્રિકેટે દિલ તોડી નાખતાં હવે ટીમ ઈન્ડિયાની વિસ્ફોટક મહિલા બેટર હૉકીમાં કૌશલ બતાવશે