આજે ભાવનગરમાં ૩૧ નવા કોરોનાના કેસ નોંધાયા, ૭૮ કોરોનાને માત આપી

90

ભાવનગર આજે એકપણ મોત ન થતા રાહત : શહેરમાં ૧૪૬ અને ગ્રામ્યમાં ૫૬ દર્દીઓ મળી કુલ ૨૦૨ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં આજે ૩૧ કેસ નોંધાયા હતા, કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, સતત પાંચમા દિવસે ૫૦ ની અંદર કેસ નોંધાયા હતા, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૬ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૯ પુરુષનો અને ૭ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૬૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૫ કેસ નોંધાયા હતા, જેમાં ૪ પુરુષ અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૧૩ દર્દીઓ કોરોનાને માત આપી હતી, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૫ અને તાલુકાઓમાં ૧૩ કેસ મળી કુલ ૭૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને ૧૪૬ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૫૬ દર્દી મળી કુલ ૨૦૨ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૧૨૮ કેસ પૈકી હાલ ૨૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૧ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleફુલવાળા ફફડ્યા : કોર્પોરેશનની દબાણ હટાવ ટીમે પડદા, પાટીયા દૂર કરાવ્યા
Next articleજીએસટીના સુધારા આવકારદાયક નથી