નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નંબર -૮ માં નગર? પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ક્લસ્ટર કક્ષાના શિયાળુ રમતોત્સવનું તા.૨૪ થી ?૨૬ ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. સી.આર.સી.-૧ ની શાળા નં.૫,૭,૮,૧૧,૧૨,૩૧,૩૩,૩૬ ના શાળા કક્ષાએ જુદી જુદી ધો.૧ થી ૫ ની ૧૨ અને ધો.૬ થી ૮ ની ૧૨ જેટલી રમતોમાં વિજેતા થયેલાં ધોરણ -૧ થી પ ના ૨૫૬ કુમાર-કન્યા અને ધોરણ – ૬ થી ૮ ના ૪૬૯ કુમાર-કન્યા વચ્ચે ત્રણ દિવસ માટેનો શિયાળુ રમતોત્સવ યોજાયો હતો.આ રમતોત્સવમાં ધોરણ – ૧ થી ૫ માટે ટેનિસ બોલ થ્રો, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ,૬૦ મીટર દોડ, કોથળા દોડ,લીંબુ ચમચી,કૂદકા દોડ,બાળવાર્તા,અભિનય ગીત,ત્રીપગી દોડ,લંગડી દોડ,દોરડા કૂદ અને નારગેલ જેવી રમતો યોજવામાં આવી હતી.જ્યારે ધો.૬ થી ?૮ માટે કબડી, ખો ખો,૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડ,ગોળા ફેક,ચક્ર ફેક,ઊંચી કૂદ, યોગાસન, ચેસ, કેરમ, બેડમિન્ટન અને લાંબી કૂદ જેવી રમતો યોજવામાં આવી હતી.
આ રમતોત્સવનો આરંભ શિક્ષણ સમિતિના ખૂબ જ ઉત્સાહિ અને સરળ સ્વભાવના પ્રભારી સભ્ય શ્રી સંજયભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.કે.વ.શાળા નં.૮ ના આચાર્ય ભરતભાઈ ભટ્ટ અને સમગ્ર સ્ટાફ દ્વારા સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી.વ્યાયામ શિક્ષકો શાળા નં.૧૨ ના ભાવનાબેન શિયાળ,શા.નં.૫ ના રેખાબેન મહેતા અને શા.નં.૩ ના જ્યોત્સનાબેન એ બધી રમતોમાં રેફરી તરીકે સેવા આપી હતી. તા.૨૬ ફેબ્રુઆરી શ્રી વીર સાવરકર ની પુણ્યતિથિ હોય ઉપસ્થિત મહેમાનો અને બાળકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી? અને ત્યારબાદ ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડે.ચેરમેનશ્રી રાજદિપ?સિંહ જેઠવા,સમિતિના સભ્યશ્રી વિજયભાઈ મકવાણા શાસનાધિકારી શ્રી યોગેશભાઈ ભટ્ટ અને બી.આર.સી. કલ્પેશભાઈ પંડ્યા એ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર રમતોત્સવનુ આયોજન સી.આર.સી.શ્રી ગિરિશભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું.