ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાવનગર પોલીસ ટીમ ચેમ્પિયન

651

ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા તા. રપ-ર-ર૦૧૯થી તા. ર૮-ર-ર૦૧૯ દરમ્યાન એસઆરપી ગ્રુપ-૧, વડોદરા ખાતે યોજાયેલ, જેમાં ગુજરાત રાજયની રેન્જો એસઆરપી ગ્રૃપ તથા તાલીમ કેન્દ્રોની કુલ-૧૦ ટીમોને ભાગ લીધેલ.

ભાવનગર રેન્જની પોલીસ ટીમે લીગ મેચ રા.ન્ડમાં વડોદરા શહેર, અમદવાદ શહેર, ગોધરા હથિયારી યુનિટની ટીમ, રાજકોટ હથિયારી યુનિટની ટીમને પરાજીત કરેલ અને તા. ર૭-૩-ર૦૧૯ના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ (ગાંધીનગર) ખાતે યોજાયેલ ફાઈનલ મેચમાં રાજકોટ હથિયારી યુનિટની ટીમને પરાજીત કરી ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા-ર૦૧૯માં ચેમ્પિયન બનેલ છે.

ભાવનગર રેન્જની બાસ્કેટબોલ ટીમમાં પ્રકાશ ગોહેલ (કેપ્ટન), મિતેશ જોષી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિરેન મકવાણા, લાખાભાઈ મકવાણા, રૂતુરાજસિંહ, સત્યજીતસિંહ રાણા, મોજીશ શેખ, યુવરાજસિંહ રહેલ. જયારે કોચ/ મેનેજર તરીકે પી.વી. જાડેજા રીડર પો.ઈન્સ. ડીઆઈજીપી ભાવનગર રેન્જ ટીમની સાથે રહી સકારાત્મક અભિગમ સાથે રમવા અંગે  સતત માર્ગદર્શન પુરૂ પાડેલ.  ભાવનગર રેન્જ બાસ્કેટબોલ ટીમમાંથી થ્રી પ્રકાશ ગોહેલ (કેપ્ટન), મિતેશ જોષી, ધર્મેન્દ્રસિંહ જાલા, યુવરાજસિંહ નાઓની દિલ્હી ખાતે યોજાનાર ઓલ ઈન્ડિયા પોલીસ મીટમાં ગુજરાત પોલીસ મટીમમાંથી પસંદગી થયેલ છે. બાસ્કેટબોલ ટીમના તમામ ખેલાડીઓ કોચ/ મેનેજરને તેઓએ મેળવેલ સિધ્ધી બદલ અશોકકુમાર યાદવ, ડીઆઈજીપી તથા જયપાલસિંહ રાઠોડ, એસપીએ શુભેચ્છા પાઠવેલ છે.

Previous articleડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર પોલીસ ટીમ ચેમ્પિયન
Next articleભાવ. બેઠક માટે ભાજપના ભારતીબેન સહિત ૧૦ લોકોએ ૧૯ ફોર્મ ઉપાડ્યા