યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગતા હોસ્પિટલમાં

75

મૃતક ચંદન ૪ વર્ષ પહેલા મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો, બે ફેબ્રુઆરીએ બિમાર પડ્યો હતો
કીવ,તા.૪
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. વિદ્યાર્થીને ગંભીર અવસ્થામાં રાજધાની કીવની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વાતચીત કરતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જનરલ વી કે સિંહે ગુરુવારે પોલેન્ડના રેજજો એરપોર્ટ પર તેની જાણકારી આપી. નોંધનીય છે કે આ અગાઉ એક ભારતીય વિદ્યાર્થીનું રશિયાની સેનાના હુમલામાં મોત થઈ ગયું હતું. ઘાયલ વિદ્યાર્થી અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. જનરલ વી કે સિંહે જણાવ્યું કે ’કીવમાં એક વિદ્યાર્થીને ગોળી વાગવાના સમાચાર મળ્યા છે તેને તરત કીવની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેમણે કહ્યું કે ભારતીય દૂતાસવાસે અગાઉ પ્રથમિકતાથી જ એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તમામે કીવ છોડી દેવું જોઈએ. યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈ પણ ધર્મ કે રાષ્ટ્રીયતા જોતી નથી. બગડતી સ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભાગી રહ્યા છે અને પોતાની સુરક્ષિત વાપસી માટે પોલેન્ડની સરહદ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. ચાર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, અને જનરલ (નિવૃત્ત) વી કે સિંહ યુક્રેનના પડોશી દેશોમાં રેસ્ક્યૂ ઓપરેશનની દેખરેખ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી થઈ ચૂકી છે. આ અગાઉ કર્ણાટકના એક વિદ્યાર્થી નવીનનું યુક્રેનમાં મોત થયું હતું. નવીન ગવર્નર હાઉસની પાસે કેટલાક લોકો સાથે ખાવાનાનો સામાન લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો. તે જ સમયે રશિયન સૈનિકોના બોમ્બમારાની ઝપેટમાં આવી ગયો હતો. અત્રે જણાવવાનું કે રશિયાની સેના સતત યુક્રેન પર બોમ્બ વરસાવી રહી છે. યુદ્ધનો આજે નવમો દિવસ છે. અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું પણ યુક્રેનમાં મોત થયું છે જે પંજાબનો રહીશ હતો. મૃતક ચંદન ૪ વર્ષ પહેલા મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. ૨ ફેબ્રુઆરીએ બિમાર પડ્યો હતો. તેને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જો કે વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ ચંદનનું મોત કુદરતી મોત હતું.

Previous articleયુક્રેની સેનાએ ૩ હજાર ભારતીયો સહિત અનેકને બંધક બનાવ્યા
Next articleરશિયાના રાષ્ટ્રપતિને સીધી વાતચીત માટે ઝેલેંસ્કીનું આહ્વાન