ભાવનગર યુનિ.ના કુલપતિ તરીકે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લેતાં મહિપતસિંહ ચાવડા

69

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે મહિપતસિંહ ચાવડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આઠમી માર્ચે છે પૂરો થયો. તેમણે ભાવનગર યુનિવર્સિટીના પોતાના આ કાર્યકાળ દરમિયાન સૌનો સહયોગ રહ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેટલીક બાબતોમાં વિવાદો રહ્યા જો કે પોતાની રીતે કંઈક સારુ કરવાનો સતત પ્રયત્ન કર્યા છે.
ભાવનગર યુનિવર્સિટીના આ કાયમી કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થતા હવે નવા કુલપતિ કોણ તેની સૌ રાહ જોઈ રહ્યા છે. યોગ્યતા મુજબ સૌ પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને ઇન્ચાર્જ નહીં પરંતુ કાયમી કુલપતિની જ નિયુક્તિ થાય તેવું સૌ ઈચ્છે છે. વધુમાં ડી ગ્રેડ થઈ ગયેલ આ વિશ્વવિદ્યાલયને ઊંચે લઈ જાય અને ભાવનગર તથા ભાવનગરના શૈક્ષણીક જગત પરિચિત હોય તેવા વ્યક્તિની નિયુક્તિ થાય તેવી સહુની લાગણી છે. થોડા જ દિવસોમાં ભાવનગરના નવા કુલપતિની જાહેરાત થાય તેવી સંભાવના છે.