અવાણિયા કુમાર પ્રા.શાળામાં મહિલા દિનની શાનદાર ઉજવણી

64

બાળકોની માતાઓનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે, ૮ માર્ચના રોજ, ભાવનગર જિલ્લાના, ઘોઘા તાલુકાની, અવાણિયા કુમાર પ્રા.શાળામાં સામાજિક વિજ્ઞાન લેબ દ્વારા વિશિષ્ટ રીતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની માતાઓને આમંત્રણ આપવામાં આવેલ,જી.સ્.ઝ્ર. માં જે મહિલા સભ્ય છે તેનું સન્માનપત્ર સાથે શુભેચ્છા ભેટ આપવામાં આવેલ,તેમજ ધોરણ – ૧ થી ૮ માં વર્ગખંડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોની માતાઓનું પણ સન્માનપત્ર આપી શુભેચ્છા ભેટ આપવામાં આવેલ. તેમજ શાળામાં પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ,તમામ માતાઓએ પ્રદર્શન નિહાળેલ. મહિલા દિન હોવાથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક વિજ્ઞાન લેબના કન્વિનર બહેન શોભનાબેન નરેલાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય અરવિંદભાઈ રાઠોડ તથા મુકેશકુમાર વાઘેલા ( મોજીલા માસ્તર ),અમિતકુમાર એ.ત્રિવેદી,નિધિબેન શુકલ તથા માધુરીબેન પંડ્યા એ સહકાર આપેલ.

Previous articleઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
Next articleનોન ફાયર કુકિગ, સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વર્લ્ડ વુમેન્સ ડેની અનોખી ઉજવણી