આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઈતિહાસ અનુસ્નાતક ભવન, ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ તેમજ વિદુષીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ વ્યાખ્યાનનું આયોજન

70

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ તેમજ વિદુષી ના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવેલ . આ કાર્યક્રમ ઈતિહાસ ભવનના અધ્યક્ષ પ્રો ડો કલ્પા બેન માણેક તેમજ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના અધ્યક્ષ તેમજ ગુજરાતી ભવનના ભૂતપૂર્વ પ્રોફેસર અને હેડ તેવા ડો. અંબાદાન રૉહડિયા તેમજ વિદુષી ના કો-ઓડિનેટર ડોં.શ્રદ્ધાબેન ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ . આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો ડો. ગિરીશ ભીમાણી સાહેબ તેમજ મુખ્ય વક્તા એવા ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઇતિહાસવિદ્‌ પ્રો ડો એસ .વી જાની સાહેબ , અતિથિ વિશેષ ડો. અંબાદાન રૉહડિયા હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય. ત્યાર પછી મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઈતિહાસ ભવનના અધ્યક્ષ પ્રો ડો કલ્પાબેન માણેકે કર્યું હતું .કાર્યક્રમની ભૂમિકા ડો અંબાદાન રોહડિયા સાહેબે આપી હતી. ત્યાર પછી કાર્યક્રમના અધ્યક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો ડો ગિરીશ ભીમાણી સાહેબે અધ્યક્ષીય ઉદબોધન કરેલ જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત દેશ પ્રાચીન સમયથી મહિલાઓને માન-સન્માન આપતો રહ્યો છે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે તેમજ ઘર કુટુંબ અને પરિવારમાં તેમજ સમાજમાં સ્ત્રીનું સ્થાન ખૂબ જ મહત્વનું છે તથા તેમણે કહ્યું કે કોઈ પણ સમાજ કે સંસ્થાના વિકાસમાં સ્ત્રીઓનું ખૂબ જ મોટું યોગદાન રહેલું હોય છે તે અર્થે તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોથા વર્ગ ની ૨ મહિલાઓનું સુતર ની આટી થી સન્માન પણ કરેલ હતુ ત્યારબાદ મુખ્ય વક્તા પ્રો ડો એસ .વી જાની સાહેબે આઝાદીની લડતમાં મહિલાઓનું યોગદાન વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું તેમણે વ્યાખ્યાનની શરૂઆત માં આઝાદીની લડતમાં જેમનું ખૂબ જ મોટું યોગદાન છે તેવી મોરોપંત તાંબાની પુત્રી મણિકર્ણિકા શરૂઆત કરી હતી જેમના નામનો વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ આવેલ છે જેને આપણે મહારાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખિયે છે તેની વિગતે વાત કરી તેમજ તેમના જેવી દેખાતી જલકારી બાઈ ને પણ યાદ કરી. મંગલ પાંડેને ક્રાંતિકારી માટેની પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત થઇ તેમની પણ વિગતે ચર્ચા કરી હતી જાની સાહેબ દ્વારા એવા અનેક પાત્રોને યાદ કરવામાં આવ્યા કેજે ખૂબ જ પ્રચલિત છે તેમજ ઘણા પાત્રો એવા તેમને યાદ કર્યા કે જેમનું આજ સુધી ઈતિહાસમાં વિગતવાર નોંધ લેવામાં ન આવી હોય તેવા સ્ત્રી પાત્રો પણ તમને યાદ કર્યા ખુબ જ રસપૂર્વક માહિતી તેઓએ આપી સાથે સાથે મકનજી કાપડિયાના પુત્રી કસ્તુરબા વિશે પણ તેમને વિગતે માહિતી આપી ગાંધીજીને મહાત્મા સુધી પહોંચાડવામાં કસ્તુરબાના યોગદાન વિશે સાહેબે વિશેષ પ્રકાશ પાડ્યો હતો સાથો સાથ કસ્તુરબાને જેલમાં શિક્ષણ આપનાર તેમજ અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ જે વ્યક્તિને શસ્ત્રો રાખવાની છૂટ આપી હતી તેવા પૂર્ણિમાબેન પકવાસા ને પણ યાદ કર્યા. પ્રો ડો એસ .વી જાની સાહેબે પંજાબની નર્મદા અને સુભદ્રા નામની બે બહેનોને પણ યાદ કરી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન વિશે વિગતે ચર્ચા કરી એટલું જ નહીં મુસ્લિમ મહિલાઓનું પણ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મોટું યોગદાન છે તે અંગે તેમને અવધના બેગમ હઝરત મહલ જેઓએ દલિત મહિલાઓ ની સેના ઊભી કરી હતી તેમની પણ વાત કરી દિલ્હીના બહાદુરશાહના પત્ની જીન્નત મહાલે પણ ભારતની આઝાદીની લડતમાં ભાગ લીધો હતો તેઓએ ૧૯૪૨ની લડત હિન્દુ છોડો આંદોલન તેમજ દાંડીયાત્રા અસહકારનું આંદોલન આવી અનેક લડતો ની પણ વાત કરી તેઓએ અરુણા અસફ અલ્લી ને પણ યાદ કર્યા, સરોજની નાયડુ તેમજ મેડમ ભિખાઈજી કામાને પણ તેઓએ યાદ કર્યા હતા એટલું જ નહીં વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિ અને ક્રાંતિવીરો ને પણ યાદ કર્યા ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં યોગદાન આપનાર તમામ ક્રાંતિકારીઓ ને યાદ કરી તેઓએ શબ્દાંજલી પાઠવી હતી સાથોસાથ તેમણે સૌરાષ્ટ્રમાં અંગ્રેજી શાસન દ્વારા ભારતીય ઉપર કરવામાં આવતા જુમો તેમજ લેવામાં આવતા વાહિયાત કરોની પણ ચર્ચા કરી. જેમાં તેમને ૧૯૨૯માં સૌરાષ્ટ્રના ખાખરેચી ના સત્યાગ્રહ ની ચર્ચા કરતાં જણાવેલ હતું કે આ સત્યાગ્રહ એટલા માટે થયો હતો કે મકાનમાં બીજી બારી મુકવા માટે અંગ્રેજ સરકારને ટેક્સ ચૂકવવો પડતો હતો જેનું નામ હોવા ટેક્સ હતું ડો. એસ વી જાની સાહેબ ના વ્યાખ્યાન દરમ્યાન સમગ્ર હોલમાં જાણે ઇતિહાસ સજીવ થઈ ગયો હોય એવું દ્રશ્ય સર્જાયું હતું જેણે ઇતિહાસને જાણ્યો છે બતાવ્યું છે તેમજ ઇતિહાસને પોતાનું જીવન બનાવ્યું છે તેવા જાને સાહેબે આ વિષયને એટલો જ ઝીણવટપૂર્વક પ્રસ્તુત કર્યો કે જેનું આલેખન શબ્દોમાં આપવું મુશ્કેલ છે આ સમગ્ર કાર્યક્રમ સંચાલન ઈતિહાસ ભવનના પ્રોફેસર ડોક્ટર જીતેશ સાંખટ કર્યું હતું તેમજ આભાવિધિ ડો. શ્રદ્ધાબેન બારોટ એ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ભવનના અધ્યક્ષ શ્રીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ છે

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleલીમખેડાના હાથી ધરા હસ્તેશ્વર મહાદેવ મંદિરે આમલી અગિયારસનો જબરદસ્ત મેળો ભરાયો