દેશની સર્વોચ્ચ અદાલતએ દેશભરમાંથી દારૂના દુષણ રૂપી દૈત્યને ઝડ મુળ દુર કરવા માટે વર્ષો જુના બંધારણ-કાયદાઓમાં સુધારો કર્યો છે. આ ઉપરાંત તમામ રાજ્યોની સરકારને પણ શરાબ સંબંધી ગુનાઓના બનાવમાં સખ્ત પગલા ભરવા ભલામણ કરી છે. આમ છતા વધુ શરાબનું વેચાણ તથા સેવાન થઈ રહ્યુ છે. ભાવનગર શહેર જિલ્લામાં પિવાનું પાણી સરળતાથી ન મળે પરંતુ જયા જોઈએ ત્યાં છુટથી દેશી વિદેશી દારૂ જરૂર મળે ? જેનો પ્રત્યક્ષ પુરાવો નાના બાળકો પણ આપે છે હાલ વેકેશનનો સમય હોય જેને લઈને નાના ભૂલકાઓ ખુલ્લા મેદાનમાં ક્રિકેટ મેચનો આનંદ માણી રહ્યા છે આ મેચમાં સ્ટમ્પની મળતા મેદાનમાં પડેલ ખાલી શરાબની બોટલોના સ્ટમ્પ બનાવ્યા છે બાળકોને મન આ સહજ બાબત છે પરંતુ આ સહજ વૃત્તી સત્તાધીશોને શાણપણમાં ઘણુ બધુ કહી જાય છે.
















