GHCL સામે ૨૨માં દિવસે ઉગ્ર બનતુ આંદોલન : થાળી નાદ સાથે રેલી

856

રાજુલા પ્રાંત કચેરી ખાતે ઉપવાસ પર બેઠેલ ૩૧ ગામના ખેડુતોનો આજે ૨૨માં દિવસે જીએચસીએલ કંપની સામે સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થતા આંદોલન ઉગ્ર બન્યું બૈરાઓ દ્વારા થાળીના રણકાર ન સંભળાયા બાદ આજે રાજુલાના રાજ માર્ગો પર વિશાળ રેલીમાં જાન દેગે જમીન નહિ દેગેના નારા લગાવાયા રાજુલા પ્રાંત કચેરી ખાતે પીપાવાવ ગામથી લઈ છેક જાફરાબાદની વઢેરા મીતીયાળા સુધી ૭૦૦૦ એકર જમીન ગેરકાયદે દબાણ કરેલ અને ખેડુતો મજુરોની રોજીરોટી છીનવી લેતી જીએચસીએલ કંપની તગેડી મુકવા અનેકવાર આવેદન પત્રો બે દિવસ પહેલા નાગેશ્રી રોડ ચક્કાજામ કરી ધરપકડ તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમ લાઠીના જરખીયામાં કાળા વાવટા ફરકાવી જબ્બર વિરોધ પ્રગટ કરી ધરપકડો ઘરે ઘરેથી પોલીસ ઉપાડી જઈ અમાનવીય કૃત્યો કરેલથી આજે ૩૧ ગામના ખેડુતો મજુરી બૈરાઓ બાળકો સહિત રાજુલાના રાજમાર્ગો પર મહારેલીમાં જાન દેગે પર જમીન નહિ દેગેના નારાઓ સાથે જીએચસીએલ કંપની સામે વિરોધ કરી રેલી આંબેડકર સર્કલે આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચડાવી ગરીબ પરિવારને બેઘર બનાવી દીધા છે તેવો કાયદો રાજકીય ઓથ નીચે જીએચસીએલ કંપની ચલાવી રહ્યાથી ૨૨-૨૨ દિવસે સરકારનો કોઈ જવાબ નહી કોઈ કાર્યવાહી નહી પણ આના પ્રત્યાઘાતો ૨૦૧૯માં મળશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને આં પીપાવાવ ગામના આંદોલનમાં ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે. અને આ આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ પકડ્યુ છે અને હજી આવનારા દીવસોમાં કુંભકરણની ઉંઘમાં સુતેલ તંત્ર અને સરકારને જગાડવા હજી વધુ ઉગ્ર આંદોલન થશે તેની તમામ પરીણામોની જવાબદારી તંત્ર અને સરકારની રહેશે કારણ આઠ આઠ દીવસથી આમરણાત ઉપવાસ પર કડીયાળી ગામના ભાજપના સક્રીય કાર્યકર ખુદ જીલુભાઈ અને ભાંકોદર ગામના માંધાતા ગ્રૃપ પ્રમુખ સાથે ખેડુતો ઉનાલાા ધોમ ધખતા તાપ અને રાત્રીએ અસહ્ય પીડા મોટા મોટા મચ્છરની પીડા સહન કરી રહેલા તોય સરકારમાંથી હજી કોઈ કોઈ કાર્યવાહી જીએચસીએલ કંપની સામે ન થતા હવે આ ઉગ્ર બનેલ આંદોલનના પરિણામની જવાબદારી તંત્ર સાથે જીએચસીએલની પણ રહેશે.

Previous articleશહિદ બચુભાઈ પટેલ અને શહિદ જાદવજીભાઈ મોદીને શ્રધ્ધાંજલી અર્પી
Next articleબાળ સહજ વૃત્તિએ દારૂબંધીના પોકળદાવા ઉજાગર કર્યા