મહિલા સ્વતંત્ર સેનાની, મુંબઈના સિંહણ, પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર, પ્રથમ ગુજરાતી મહિલા પત્રકાર હંસા મહેતા (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

49

હંસા મહેતા બહુમુખી પ્રતિભા ધરાવનાર મહાન મહિલા હતા હંસા મહેતા એટલે એક સ્વતંત્ર સેનાની એક સમાજ સુધારક સામાજિક કાર્યકર શિક્ષણવિદ અને એક લેખિકા. મનુભાઈ મહેતા ના પુત્રી કરણ ઘેલા લખનાર નંદશંકર તુળજાશંકર મહેતા ના પુત્રી, ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતા ના પત્ની તેનો જન્મ સુરતના વડનગર ના કુટુંબમાં ૩ જુલાઈ ૧૮૯૭ના રોજ થયો હતો મનુભાઈ નંદશંકર મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા હંસા મહેતા ની યાદશક્તિ નાનપણથી જ ખૂબ જ સારી હતી ઇ.સ ૧૯૭૩ માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી સાહિત્યનો શોખ તો વારસામાં જ મળ્યો હતો ઇ .સ ૧૯૧૩ માં તેમને ગંગા ભાઈ ભટ્ટ સ્કોલરશિપ મળી અને ઈ.સ ૧૯૧૬ માં તેઓ ફિલોસોફી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી ઇ.સ ૧૯૧૯ માં પત્રકારત્વનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં તેઓ સ્ત્રીઓના હક બાબતે નારી આંદોલનમાં જોડાયા અને ઇંગ્લેન્ડમાં સરોજની નાયડુ ના સંપર્કમાં આવ્યા તેઓ ઈંગ્લેન્ડથી ભારત આવ્યા ત્યારે ભારતમાં અસહકારની ચળવળ પ્રારંભ થયો હતો ગાંધીજી જેલમાં હતા ત્યારે સરોજની નાયડુ સાથે ગાંધીજીને મળ્યા હતા પ્રથમ મુલાકાતથી જ હંસાબેન બાપુથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ઇ.સ ૧૯૨૪માં ભારત આવ્યા બાદ હંસાબેન નો સંપર્ક મુંબઈના નામચીન ડો.જીવરાજ મહેતાસાથે થયો ત્યારબાદ આ પરિચય પ્રેમમાં પરિણમ્યો તત્કાલીન સમાજને આ વાત સ્વીકારી ન હતી ડો. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા હંસાબેનને પહેલેથી જ ગાંધીજી પ્રત્યે પ્રભાવ હતો ગાંધીજી ની બીમારી વખતે ડો. જીવરાજ મહેતા ની સલાહ લેતા આથી પતિ ના કારણે હંસાબેન મહેતા ગાંધીજી ની વધુ નજીક આવ્યા લગ્ન પછી હંસા મહેતા મુંબઈ સ્થાય થયા મુંબઈમાં પણ સામાજિક પ્રવૃતિના કાર્યકર્તા હતા ભગિની સમાજ ઉપરાંત શૈક્ષણિક સંસ્થામાં જોડાયા ૧૯૨૬માં તેમની પસંદગી મુંબઈ મ્યુનિસિપાલટી સ્કૂલ સમિતિમાં સભ્ય તરીકે થઈ હંસા મહેતા ૧૯૧૯માં ઇંગ્લેન્ડ હતા ત્યારે જીનિવામાં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં ભાગ લીધો હતો ૧૯૨૭માં હૈદરાબાદ માં ભરાયેલ અખિલ ભારતીય મહિલા પરિષદમાં તેમણે આપેલું ભાષણ મહિલા ના અધિકાર માટે ખૂબ જ મહત્વનું ગણાય છે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હિંદની યુવતીઓ આધુનિક શિક્ષણ લઇને નોકરી કે સ્વતંત્ર વ્યવસાય નહીં કરે ત્યાં સુધી તેમનું કૌટુંબિક અને સામાજીક દરજ્જો સુધારવાનું નથી આધુનિક શિક્ષણ અને આત્મનિર્ભરતા જ સ્ત્રી ની મુક્તિની સાચી ચાવી છે તેમણે ૧૯૨૩માં અમેરિકાના સાનફ્રાન્સિસ્કો મળેલી પ્રથમ વિશ્વ કેળવણી પરિષદમાં ભારતના પ્રતિનિધિ બની બ્રિટિશ અમલની ટીકા કરી હતી હંસા મહેતા ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહ માં ભાગ લેવા બદલ ૬ માસની સજા થઈ હતી.
આ ઉપરાંત સામાજીક ક્ષેત્રે જોઈએ તો તેમણે તે સમયે ડો જીવરાજ મહેતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા આ લગ્ન સમાજમાં તેમજ જ્ઞાતિ મંડળને માન્યતા ન છતાં પણ તેમણે જ્ઞાતિની ઉપરવટ જઇને લગ્ન કર્યાં હતા ત્યારે સુધારાવાદી લોકોએ આ લગ્ન ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું સમાજ સુધારણા તરફ નું આ મહત્વનું અને અગત્યનું પગલું હતું સ્ત્રી બોધ સામાજિક એ લખ્યું હતું કે આપણા સામાજિક કુરિવાજો રૂઢિઓને તથા જ્ઞાતિવાદને જીવરાજભાઈ એ અને હંસાબેન એ તોડ્યા છે સ્વતંત્રતા બાદ મુંબઇ રાજ્યમાં બાળાસાહેબે ખેરના પ્રધાનમંડળમાં સંસદીય સચિવ રહી કેળવણીના અનેક કાર્ય કર્યા ત્યારબાદ એસ એન બીપી યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડીકેટ સભ્ય બન્યા અને વાઈસ ચાન્સલર પણ બન્યા ગુજરાત રાજ્યની સ્થાપના ૧/૫/૧૯૬૦ થઈ ત્યાર બાદ એક દાયકા સુધી વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી તેમના કાર્યકાળમાં યુનિવર્સિટીમાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ, હોમ સાયન્સ, મ્યુઝિયોલોજી સંગીત નૃત્ય નાટક કોલેજ મેડિકલ ફેકલ્ટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ
હંસા મહેતા ભારતના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર હતા તેઓ પ્રથમ ગુજરાતી મહિલા પત્રકાર હતા તેઓ દેશ સેવિકા સંઘ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો ૧૯૩૭માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા હતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું તેમજ દેશ વિદેશમાં અનેક સન્માનો મળેલા છે ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરેલ છે અલ્હાબાદ તથા વડોદરા યુનિવર્સિટીએ તેમને ડો. ડીલીટ ની પદવી આપી છે હંસાબેન સ્વતંત્ર મિજાજના કુલપતિ હતા તેને યુનિવર્સિટી ના ક્ષેત્રમાંથી રાજકારણીઓને દૂર રાખ્યા હતા આઝાદીના આંદોલન વખતે પ્રજાએ તેમને મુંબઈના સિંહણ નું બિરુદઆપ્યું હતું ૧૯૪૬માં બંધારણ ની સભા ની રચના થઈ ત્યારે તેમને જવાહરલાલ નહેરુ ડો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી તેમજ અનેક સભ્યો સાથે તેમને કામ કરેલ. પતિ જીવરાજ મહેતા ના અવસાન બાદ મુંબઈમાં રહ્યા ઘણા ગુજરાતના લોકોને ખબર જ ન હતી કે હંસા મહેતા હયાત છે તેઓ ૯૮ વર્ષની આયુ ભોગવી ૪ એપ્રિલ ૧૯૯૫ના રોજ અવસાન પામ્યા વડોદરા યુનિવર્સિટી ની વિશાળ લાઇબ્રેરી સાથે હંસાબેન મહેતા નું નામ જોડાયેલું છે ત્યાંની એક હોસ્ટેલનું નામ પણ તેમના નામ થી ચાલે છે.
આઝાદી મળ્યા પછી ઘણી બધી સ્ત્રીઓએ પોતાનું કાર્ય સમેટી હતું અથવા તો જાહેર જીવનમાંથી સન્યાસ લીધો હતો જ્યારે હંસાબેન મહેતા સતત જાહેર જીવન સાથે સંકળાઈ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પોતાનું યોગદાન આપતા રહ્યા હતા

– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleન્યૂઝીલેન્ડના રોસ ટેલરની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
Next articleક્રાઉડ મેનેજમેન્ટ અને ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરવા કોબ્રા ખરીદવાના શ્રી ગણેશ કરો!!