ક્રાઉડ મેનેજમેન્ટ અને ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરવા કોબ્રા ખરીદવાના શ્રી ગણેશ કરો!!

46

કાયદો વ્યવસ્થાની જાળવણી કરવાનું કોમ તમામ દેશોમાં પડકારજનક છે.જુદાજુદા પ્રકારના પ્રસંગોએ ધીરજની કસોટી થાય મગજનું ( અલબત મગજ હોય તો!! કેટલાક લોકો પોલીસને માઇન્ડલેસ ગણે છે.) દહીં થઇ જાય છે. રાજુ રદી જેવા આળવીતરા મગજના દહીંની છાશ થઇ કે નહીં તેવો ફાલતું સવાલ પૂછતા હોય છે.પોલીસને પનારો સામાજિક કે અસામાજિક લોકો સાથે હોય છે. જો કે ,?અસામાજિક તત્વો સાથે પનારો વધારે રહે છે. પછીથી માત્ર કપડાં અને યુનિફોર્મનો તફાવત રહે છે. હિન્દી ફિલ્મવાળાઓએ વર્ધીવાળા ગુંડા જેવી ફિલ્મો પણ બનાવી છે!!
પોલીસને જાતજાતના ગુના અને ગુનેગાર સાથે કામ કરવાનું રહે છે. પ્રથમવાર ગુનો કરનાર એમેચ્યોર ટાઇપના ગુનેગારને થર્ડ ડીગ્રીના ટોર્ચરની બીક રહે છે. પોલીસના ઇન્ટ્રોગેશનમાં વટાણા વેરી દઇને ગુનો કબુલી લે છે. જ્યારે કોર્ટમાં પૂછપરછ થાય તો પોલીસના મારને લીધે ગુનો કબુલ કરેલ છે એવું કહીને માટલી ચીરે છે. પ્રોફેશનલ ટાઇપના રીઢા કહી શકાય તેવા ગુનેગારને ઉંધા લટકાવીને ફટકારો, બરફની પાટ પર સુવડાવો, મરચાની ભૂકી છાંટો કે ગમે તેવું ટોર્ચર( થર્ડ ડીગ્રી ટોર્ચર માટેની અમારી કલ્પના મર્યાદિત છે, જે સિરિયલની કે ફિલ્મો જોઇને વિકસિત થયેલ છે. થર્ડ ડીગ્રીની વિગતો જાણતા હોય તો અમારું જ્ઞાન સમૃદ્ધ કરવા વિનંતી છે. માત્ર સૈધ્ધાંતિક જ્ઞાનની વાત છે. કોઇ પણ લોકઅપમાં પ્રેકટિકલ જ્ઞાન મેળવવાની ઇચ્છા નથી.
ટોળાંને વિખેરવા કોઇક રાજ્યે સ્ટીલની લાઠી લીધી હતી. નેતરની સોટીઓ, બર્બર બુલેટ, પ્લેટ ગન, વગેરેની ખરીદી કરે છે વોટર કેનનની મદદથી ભીડ તિતરબિતર કરે છે. ટીયરગેસ છોડે છે. એક આંદોલનમાં હાઇ વે ખોદીને લોખંડના સળિયા લગાડ્યા હતા. નોનલેથલ વેપન ખરીદે છે!!
સીસીટીવીના નેટવર્કથી સર્વેલન્સ કરે છે એલએમજી ગન, રાઇફલ ખરીદે છે!!!
ગુનેગાર ગુનો કબુલ કરે તે માટે લાઇ ડિરેક્ટર, પોલોગ્રાફિક ટેસ્ટ ન જાણે કયાં કયાં સાધનો, સોફટવેર વસાવે છે
જાવાના ટાપુ પરના બેકાસી ગામની પોલીસ રીઢા ગુનેગારો પાસેથી સચ ઉગલાવવા માટે અને દેખાવકારોને વિખેરી નાંખવા એક અમોઘ શસ્ત્ર-બ્રહ્માસ્ત્રને અજમાવવાનું વિચારી રહ્યા છે.એ શસ્ત્ર છે કોબ્રા. હા આપે બરાબર વાંચ્યું છે!! મસ્ત સ્ફૂર્તિલો કોબ્રા લોકઅપ કે ઇન્ટ્રોગેશન સેનેટરમાં છોડી દો અને ચમત્કાર જુઓ. ગુનેગાર આળપંપાળ કે સુધારાવાદને લાયક થોડા? હોય છે! ચમત્કાર કરો તો જ નમસ્કાર કરે. લાતો કે ભૂત બાતોસેં થોડી માને છે.કોબ્રાને જુએ એટલે પઢેલા પોપટની જેમ સત્ય બોલવા માંડે છે!! આ જ રીતે સૂત્રોચ્ચાર કરતી મેદનીને લાઠી ચાર્જ કર્યા વગર તિતરબિતર કરવા માત્ર એક કોબ્રા પર્યાપ્ત છે!! એક કાંકરે બે પક્ષીના શિકાર કરવા જેવું બહુપયોગી છે!!!
સાધનસામગ્રી કે આર્મસ એમ્યુનિશનની ખરીદી માટે એકસ, વાય ઝેડ ઝેડ સિકયુરિટી માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાના બદલે બસ-ત્રણસો, અરે પાંચસો-હજાર કોબ્રા ખરીદીને ક્રાઉડ મેનેજમેન્ટ અને ઇન્ટ્રોગેશન કરવાના શ્રી ગણેશ કરો!!
– ભરત વૈષ્ણવ

Previous articleમહિલા સ્વતંત્ર સેનાની, મુંબઈના સિંહણ, પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર, પ્રથમ ગુજરાતી મહિલા પત્રકાર હંસા મહેતા (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleયોગ્યતા જ આખરી ઓળખાણ..!