સોની બજારમાં ‘કસબ’ અજમાવવા આવેલ બે મહિલા સહિત ૩ ઝડપાયા

64

વેપારીની સતર્કતાને પગલે દાગીના સેરવે એ પહેલાં જ ઉઠાવગીરોની મેલી મુરાદ પર પાણી ફરી વળ્યું
ભાવનગર શહેરની સોનીબજારમા એક વેપારીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં દાગીના તફડાવવા આવેલ બે મહિલા અને એક પુરુષને વેપારીએ આબાદ ઝડપી પોલીસને જાણ કરતાં પોલીસે ઉઠાવગીરોને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. આજરોજ સવારના સમયે શહેરની સોની બજારમાં વેપારીઓ ધૂપ-દિવા કરી બોણીની રાહ જોઈને બેઠા હતા એ દરમ્યાન સોની હરેશકુમાર દ્વારકાદાસ -પાટણાવાળાની દુકાનમાં બે મહિલા અને એક આધેડ વયનો શખ્સ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યા હતાં અને વિવિધ દાગીના બતાવવા વેપારીને જણાવતાં વેપારીએ સારી બોણીની આશાએ સોનાના કિંમતી દાગીના દેખાડ્યા હતા

દરમ્યાન તે ગ્રાહકોની ગતિવિધિ શંકાસ્પદ જણાતા વેપારી સતર્ક બન્યો હતો અને મહિલાઓની વર્તણૂંક પર નઝર રાખી હતી જેમાં મહિલાએ દાગીના સંતાડવાની કોશિષ કરતાં વેપારીએ આ ઠગ ટોળકીને વાતોમાં રાખી અન્ય વેપારીઓને જાણ કરતાં વેપારીઓ તથા લોકો ટોળે વળ્યાં હતાં અને ઠગ ટોળકીને ઘેરી તલાશી લેતાં મહિલાએ સેરવેલા દાગીના કાઢી આપતાં વેપારીએ પોલીસને જાણ કરતાં સી-ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મહિલા તથા આધેડનો કબ્જો લઈ પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી આમ વેપારીની સતર્કતાને પગલે ઠગ ટોળકી ઝડપાઈ છે આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પુછતાછ શરૂ છે અને કેટલીક ચોરીઓનો ભેદ ઉકેલાવાની શક્યતા છે.

Previous articleઘોઘાના ગોરિયાળી હત્યા કેસમાં મહિલા સહિત પાંચને આજીવન કેદ
Next articleCNGમા એક સામટા રૂપિયા ૬.૪૫ વધ્યા, ૭૬.૯૮ પર કિલો : ડિઝલે પણ સદી વટાવી