ભાવનગર મહાપાલિકાના યોજના વિભાગ દ્વારા ખાનગી એજન્સી મારફત કુંભારવાડા વિસ્તારના નારી રોડ તમેજ અમર સોસાયટી ગઢેચી રોડ પર ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. અને એજન્સી દ્વારા હિટાચી મશીન દ્વારા આડેધડ ખોદકામ કરતા બી.એસ.એન.એલ.ની ટેલિફોન લાઈનને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચાડતા આ વિસ્તારના બી.એસ.એન.એલ. લેન્ડલાઈન ફોનની સેવામાં વિક્ષેપ પડી રહ્યો છે અને ઈન્ટરનેટ કનેકશન ધારકોને આર્થિક રીતે નુકશાન પહોંચી રહ્યું છે અને ટેલિફોન ખાતાના અધિકારીઓ તેમજ સ્ટાફ ખડેપગે હાજર રહી સમારકામ કરી રહ્યા છે. પરંતુ એક જગ્યાએ લાઈનનું સમારકામ કરે ત્યાં જ બીજી જગ્યાને નુકશાન પહોંચાડવામાં આવતા છેલ્લા ઘણા દિવસોથી કનેકશન ધારકો પરેશાન થઈ રહ્યો છે. અને એજન્સીના માણસોનું ધ્યાન દોરવા છતાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેમજ બંને રોડ પર આવેલી પીવાના પાણીની લાઈનો તેમજ તેમાંથી લોકો દ્વારા લેવામાં આવેલ નળ કનેકશનની લાઈનો તોડી નાખવામાં આવી છે. અને લોકોને રૂપિયા ખર્ચી રીપેરીંગ કરાવરાવી પડે છે. અનેત ેઓને એજન્સીના પાપે આર્થિક નુકશાન ઉઠાવવું પડે છે. તેમજ શૌસાલ્યોની લાઈનોનો પણ કચ્ચરઘાણ બોલાવવામાં આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આ વીસ્તાર સ્લમ હોય અને તેઓને આર્થિક રીતે નુકશાન ભોગવવું પડી રહ્યું છે અને એજન્સી મનમાની મુજબ કામ કરતી હોય તેથી તાત્કાલ એજન્સી સામે કડક પગલા ભરવા સામાજીક કાર્યકર ચંદુ બલર દ્વારા આજરોજ મહાપાલિકાના કમિશ્નરને પત્ર લખી માંગણી કરવામાં આવી હતી.
















