મહારાજ કુમાર ધર્મકુમારસિંહજીના 105માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાશે

46

ધર્મકુમારસિંહજી એ લખેલ “બર્ડસ ઓફ સૌરાષ્ટ્ર”નું પુનઃ વિમોચન કરવામાં આવશે
ભાવનગરમાં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરીટેજ (ઇનટેક) દ્વારા અને ફોરેસ્ટ વિભાગ ભાવનગર, યુથ હોસ્ટેલ ભાવનગર, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત, ધર્મકુમારસિંહજી નેચર કન્ઝર્વેશન સોસાયટી ભાવનગરના સહયોગથી આગામી ગુરુવાર એટલે તા.14 એપ્રિલ 2022 ના રોજ મહારાજ કુમાર ધર્મકુમારસિંહજીના 105માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે,જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે વિક્ટોરિયા પાર્ક ખાતે નેચર-વોક નું આયોજન કરવા માં આવશે અને મહારાજ કુમાર ધર્મકુમારસિંહજી અને વાઇલ્ડ લાઇફ સંરક્ષણ માં તેનું યોગદાન વિશે ડો.ઇન્દ્ર ગઢવી ખાસ માહિતી આપશે અને ત્યાર બાદ ધર્મકુમારસિંહજી એ લખેલ “બર્ડસ ઓફ સૌરાષ્ટ્ર” નું પુનઃ વિમોચન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ ફક્ત આમંત્રિત મહેમાનો અને રજિસ્ટર્ડ થયેલા સભ્યો માટે રહશે. ત્યાર બાદ સાંજે એક ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્પીકર તરીકે ડો.કેમિલા બી. કોન્સેપીસિયન સિલવાસા કે જે હોક માઉન્તેન સેન્ચ્યુરી અમેરિકામાં રિસર્ચર એસોસિએટ માહિતી આપશે. જેનો વિષય ધર્મકુમારસિંહજીનું અમુલ્ય યોગદાન નેચર કન્ઝર્વેશન પ્રત્યે નું અને એશિયાના અને ભારતના સરીસૃપો હશે. આ વેબિનારમાં જોડાવા માટે ભાવનગર ઇનટેક ના સોશીયલ પેજ પર માહિતી મળશે. આ સમગ્ર ઇવેન્ટનું આયોજન રાજકુંવરી બ્રીજેશ્વરીકુમારી ગોહિલ અને ડો.તેજસ દોશીના માર્ગદર્શન નીચે કરવામાં આવી રહ્યું છે.

Previous articleભાવનગરના ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણી કાર્યક્રમનું આયોજન
Next articleદિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાત આવ્યા