પીથલપુર ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

66

ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તળાજા તાલુકાના પીથલપુર ગામે સરકારી મકાનની અગાશીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતાં આજ ગામના બુટલેગરને ઝડપી દાઠા પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતો તુલસી મના ભીલ ઉ.વ.૨૧ રે.પ્લોટ વિસ્તાર પીથલપુર વાળો ગામના પાદરમાં આવેલી સરકારી કચેરીની અગાશીમાં પરપ્રાંતિય શરાબનો જથ્થો ઉતારી વેચાણ કરે છે. જે હકીકત આધારે ટીમે ખરાઈ કરી બાતમી વાળા સ્થળે રેડ કરી અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતિય બનાવટની શરાબની બોટલ કિંમત રૂ.૩૧,૧૦૦/-નો જથ્થો કબ્જે કરી ગામમાંથી બુટલેગર તુલસી મના ભીલની અટકાયત કરી આરોપી-મુદ્દામાલ ને દાઠા પોલીસને સોંપી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ દાઠા પોલીસને સોંપી હતી.

Previous articleભાવ. રેલ મંડળે સ્વચ્છતા, સલામતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી બે શિલ્ડ અંકે કર્યાં
Next articleઅંતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજગુરૂ આપમાં જોડાયા