રાજુલાના ગામડાઓમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કરતા મંત્રી આર.સી.ફળદુ

775

રાજુલા તાલુકાના પ ગામોમાં સુજલ્મ સુફલામ યોજના અંતરગત કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મંત્રી હીરેનભાઈ હીરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ સહિત સ્થાન્ક પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતાં.

રાજય સરકારના આદેશ મુજબ સુફલામ યોજના કે જેતે ગામોમાં બુરાઈ ગયેલ તળાવોને ફરી પાછા ઉંડા ઉતારવાથી પાણીનો સંગ્રહ થયે ખેડૂતો તેમજ આમ જનતાને પીવાનું પાણીની ઘટ કયારેય નહીં થાય તેવા હેતુથી રાજુલા જાફરાબાદના તળાવો ઉંડા ઉતારવાની કાર્યવાહી શરૂ કરાઈ હોય તેમાં જાફરાબાદ તાલુકો એકદમ પછાત હોવાથી તે તાલુકાના મજુરોને રોજીરોટી મળી રહે તે માટે તાલુકા પ્રમુખ કરણભાઈબ ારૈયાની ધારાદાર રજુઆતથી મજુરો દ્વારા તળાવો ઉંડા ઉતારવાની કાર્ય જોરશોર શરૂ હોય ત્યારે રાજુલા તાલુકાના બાલાપર, બારપટોળી જેવા વર્ષો જુના અને સાવ બુરાઈ ગયેલ તળાવો તેમજ વાવેરા, મોટા આગરીયા, કોટડી, કુંભારીયા, રામપરા જેવા ગામોમાં તોતીંગ મશીનો દ્વારા તળાવો ઉંડા ઉતારવાની કાર્યવાહી શરૂ હોય તે અંતરગત રાજયના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ સાથે માજી ધારાસભ્યો હિરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, જિલ્લા ભાજપ મહામંત્રી  રવુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત (રાજુલા) પ્રમુખ વલ્કુભાઈ બોસ પ્રદેશ ભાજપ પ્રવકતા કન્વીનર મહેશભાઈ કસવાલા, માર્કેટ યાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપભાઈ મકવાણા રાજુલા તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રસિંહ ડાભીય, યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ વસોયા તેમજ ડેપ્યેટી કલેકટર ડાભી સાથે રાજુલા મામલતદાર કોરડીયા પાંચ ગામોમાં  ચાલતા તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનું જાણ નિરીક્ષણ કરેલ.

 

Previous articleરોઝડુ આડુ ઉતરતા રાણપુર APMCના ચેરમેનની કારને અકસ્માત નડ્યો : ઈજા
Next articleદામનગરના પરમધામ સ્મશાનની મુલાકાત લેતા ધારાસભ્ય વિરજીભાઈ