દામનગર શહેરના પરમધામ સ્મશાનની મુલાકાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર અઢાર વિધા કરતા વધુ જમીન પર પથરાયેલ સ્મશાન પરમધામ સંકુલની સેવા સમિતિના યુવાનોની સેવાની સરાહના કરી દામનગર શહેરના પરમધામ સંકુલની વ્યવસ્થાઓ બાગ બગીચા પ્રાર્થના હોલ ઔષધીય વન સહિતના સ્થળોની જાત સમીક્ષા કરી સ્વચ્છતા સુંદરતા અને વિકાસથી સંતુષ્ટ પરમધામ સેવા સમિતિ ના યુવાનો ના વિવેક સભર દિશા નિર્દેશથી ભૂમિદાહ સંસ્કારને તિલાંજલિ આપી અગ્નિદાહ સંસ્કાર કરતા પરિવારોને આભાર પત્રો એનાયત કર્યા. દામનગર શહેરના સ્મશાન પરમધામ સેવા સમિતિના યુવાનો અને સામાજિક સુધારા માટે પહેલ કરતા પરિવાર પ્રેરણાત્મક નિર્ણયો બદલ ધારાસભ્યએ ખુશી વ્યક્ત કરી હતી દામનગર પરમધામ સેવા સમિતિ દ્વારા થતી સ્મશાન સેવાની વાતો થી પરમધામ દામનગરની મુલાકાતે પધારેલ ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને શ્રમદાન કરતા યુવાનો દ્વારા થયેલ અદભુત સેવા જોઈ પ્રભાવિત થયા અને શહેર અનેકો સમાજ દ્વારા ભૂમિદાહ સંસ્કારને તિલાંજલિ આપી અગ્નિદાહ સંસ્કાર તરફ વળેલ પરિવારો ને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરતા આભાર પત્રો એનાયત કર્યા હતાં.