મથાવડા ગામની સગીર વયની વિદ્યાર્થીનીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરી નાસી છુટેલ શખ્સને તળાજા પોલીસે પીપરલા ગામેથી ઝડપી લઈ તળાજામાં સરઘસ કાઢ્યું હતું.
તળાજા તાલુકાના મથાવડા ગામે રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષિય સગીરાની નાદા વયનો ગેરલાભ ઉઠાવી આજ ગામમાં આવેલ શાળામાં શિક્ષક તરીકે ફરજરત હવસખોર શખ્સ ગિરીશ રાવળએ આજે ગામે રહેતી સગીરાને પ્રેમઝાળમાં ફસાવી તળાજા ખાતે ટ્યુશન ક્લાસમાંથી ઉઠાવી તખતગઢ ગામની સીમમાં આવેલ એક વાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાતા હેવાન ગીરીશ ફરાર બન્યો હતો. જેમાં તળાજા પોલીસે ચોક્કસ બાતમી આધારે પીપરલા ગામે આવેલ શેત્રુંજી નદીની કેનાલ પાસેથી તેને ઝડપી લઈ તળાજાની બજારમાં સરાજાહેર સરભરા સાથે સરઘસ કાઢ્યું હતું અને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.