કુંભારવાડાના રસ્તાઓમાં પાણીની રેલમછેલ

1277

શહેરના કુંભારવાડા, નારી રોડ, અમર સોસાયટી વિસ્તારમાં ડ્રેનેજના કામ માટે રસ્તામાં ખોદકામ સહિતના કામો ચાલી રહ્યાં છે. જેના કારણે ટેલીફોન લાઈનો તુટવા ઉપરાંત પાણી અને ગટરની લાઈનો પણ તુટી જવા પામી હોય કુંભારવાડાના મોતીતળાવ, માઢીયા રોડ, નારી રોડ વિગેરે વિસ્તારોમાં રસ્તાઓ પર નળ અને ગટરના પાણી વહી રહ્યાં છે અને રસ્તા પર વગર વરસાદે તળાવડા ભરાયા હોય તેવો માહોલ સર્જાયો છે. જેના કારણે સ્થાનિક રહિશો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લાઈનો તોડનાર કોન્ટ્રાક્ટ સામે પગલા લઈને સત્વરે લાઈનો રીપેર કરવા માંગ ઉઠવા પામી છે. તસવીર

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી : તેજ લીસોટા