સિહોર તાલુકાના બુઢણા ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

55

એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.ના સહયોગથી ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારાશે
એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને વી.આર.ટી આઈ. સંસ્થાના પ્રેરણાસ્ત્રોત એવાં કાંતિસેન શ્રોફ (કાકા)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ વર્ષના અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જીલ્લામાં ૭૫ જળાશયો બનાવવાની હાકલ કરેલ છે. આ અભિયાનને કારગત કરવાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ના દીપેશભાઈ શ્રોફ દ્વારા ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી શરૂ કરવામાં આવી છે. જે પૈકી સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામ આગેવાનો તેમજ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી તેમજ ભાયાજીભાઈ ચૌહાણના વરદહસ્તે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. જેમાં વી.આર.ટી.આઈ. સંસ્થાના નરેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ જાદવ હાજર રહ્યાં હતાં. આ કામગીરીથી બુઢણા ગામના બોર અને કુવામાં પાણીનું સ્તર વધશે. તેમજ પાણીની ગુણવત્તામાં સુધારો જોવાં મળશે. જેના કારણે સિંચાઇ વિસ્તારમાં વધારો થશે.

Previous articleગારિયાધારમા જીજ્ઞેશ મેવાણી મુદ્દે મામલતદારને આવેદનપત્ર
Next articleઅભિનેત્રી હરનાઝ કૌર કાઉચ ઉપર બેસીને આપ્યા પોઝ