ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો

43

દરવર્ષે 1700થી વધુ બોટલ એકત્રિત કરવામાં આવે છે
ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતે સ્વામી નારાયણપ્રિયદાસજીની પુણ્યસ્મૃતિ નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
સ્વામિનારાયણ ગુરુકુળના કે.પી.સ્વામીએ જણાવ્યું હતું કે, આ મહારક્તદાન નો મુખ્ય ઉદ્દેશ થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને બ્લડની ખૂબ જ જરૂરિયાત રહે છે જે અંતર્ગત અમે દરવર્ષે 1500 થી વધારે બોટલો એકત્રિત કરી ને બ્લડ બેંકમાં આપવામાં આવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે.

આમ લોકો બહોળી સંખ્યામાં રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. કે.પી સ્વામી સહિત અરૂણભાઇ પટેલ પ્રિન્સિપાલ સહિત લોકોએ રક્તદાન મહાદાનમાં સેવા આપી હતી. લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર અને સ્વામિનારાયણ વિદ્યાલય, જી.આઈ.ડી.સી., ચિત્રા એમ બન્ને સંકુલોમાં એક સાથે મહારક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમા કેમ્પમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ,શિક્ષકો, વાલીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, રિક્ષાચાલકો બસ ડ્રાઈવરો તેમજ કોલેજના છાત્રો બહોળી સંખ્યામાં રક્તદાન કરી સમાજ સેવા અર્પણ કરી હતી.