વેકેશન સાથે જ સ્વિમિંગ શીખવા કિશોરો, યુવાનોની લાંબી લાઇન ; તડકે તપી ફોર્મ મેળવ્યા

55

ભાવનગર મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં તરતા શીખવા ઇચ્છુક કિશોરો, યુવાનો માટે ૨૮મીએ ફોર્મ વિતરણ થતું હોય છે, આજે ફોર્મ મેળવવા લાંબી લાઇન જોવા મળી હતી. શાળામાં વેકેશન પડવા સાથે વિધાર્થીઓ મનગમતી પ્રવૃતિઓમાં પરોવાય છે, તરતા શીખવું જીવનમાં જરૂરી છે અને મોટાભાગના લોકોનો શોખ પણ છે ત્યારે આજે ફોર્મ મેળવવા તરણ રસિકોએ લાંબી લાઇન લગાવી તડકે તપયા હતા. જોકે, મ્યુ. તંત્ર દ્વારા ટોકન વિતરણ કરી આ યુવાનોને તડકે તપવામાંથી મુક્તિ આપી શકાઇ હોત પરંતુ મ્યુ.તંત્રમાં ઇચ્છાશક્તિનો અભાવ જણાયો હતો.

Previous articleખારા રાજપરા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે સરતાનપરનો શખ્સ ઝડપાયો.
Next articleભાવનગર ભાલ પંથકના પાળીયાદ ગામની તમામ મહિલાઓને હવે મળશે ચૂલો ફુંકવામાંથી આઝાદી