નવાપરા વિસ્તારમાંથી પિસ્ટલ કાર્ટીસ સાથે સાજીદને ઝડપી લેતી SOG ટીમ

72

રૂપિયા ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો,કુખ્યાત બાપુ અગાઉ અપહરણ-મારામારીના કેસમાં ઝડપાયો હતો
ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશનગૃપ પોલીસની ટીમે ગુરુવારે મોડી રાત્રે શહેરના નવાપરા વિસ્તારમાંથી કુખ્યાત હિસ્ટ્રીસીટર સાજીદ ઉર્ફે બાપુને દેશી પિસ્ટલ-કાર્ટીસ સાથે ઝડપી સી-ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગુરુવારે મોડી રાત્રે એસઓજી ની ટીમ શહેરમાં જાહેર સુરક્ષા-વ્યવસ્થા અકબંધ જાળવી રાખવા પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમીદારો એ ચોક્કસ બાતમી આપી હતી કે અગાઉ અપહરણ મારામારી સહિતના ગુનાઓમાં પોલીસના ચોપડે ચિતરાયેલ અને અનેક વખત જેલની હવા ખાઈ ચુકેલ સાજીદ ઉર્ફે બાપુ સિદીકમિયા સૈયદ ઉ.વ.૩૬ રે.બ્લોકનં-૧૪ માઝ પાર્ક ભીલવાડા સર્કલ વાળો નવાપરા રોયલ કોમ્પલેક્ષ પાસે શંકાસ્પદ હથિયાર સાથે ઉભો છે જે હકીકત આધારે ટીમે સ્થળપર પહોંચી આરોપી સાજીદ ઉર્ફે બાપુને અટકમાં લઈ અંગ ઝડતી કરતાં તેના કબ્જા તળેથી દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ વિના પાસ પરમિટે મળી આવતા સાજીદની આર્મ્સ એક્ટ હેઠળ ધડપકડ કરી પિસ્ટલ-કાર્ટીસ કિંમત રૂ.૧૦,૨૦૦/-ના મુદ્દામાલ સાથે સી-ડીવીઝન પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleતણસા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર વૃદ્ધાનુ મોત
Next articleસ્વ.પ્રતાપભાઈ શાહની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર યોજાઈ