લાયન્સ ક્લબ ઓફ ભાવનગર દ્વારા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કાયમી મેડીકલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના કીડનીના દર્દીઓને મેડીકલ સેન્ટર દ્વારા ફ્રી ડાયાલીસીસ મળી શકશે. જેનો આજથી જ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના હોદ્દેદારો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.
















